GUJARAT : રાજ્યમાં 26 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, જાણો ક્યાં ક્યાં મેઘો મહેરબાન થયો

|

Aug 18, 2021 | 7:51 PM

રાજ્યના 4 તાલુકાઓમાં 2 થી સવા બે ઇંચ, 20 તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો તો રાજ્યના કુલ 26 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

GUJARAT :રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 4 તાલુકાઓમાં 2 થી સવા બે ઇંચ વરસાદ પડ્યો છે.સૌથી વધુ વાપી અને કામરેજમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે.રાજ્યના 20 તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો તો રાજ્યના કુલ 26 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. પારડી અને આહવામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો અને સંખેડા, ફતેપુરા અને ઉમરપાડામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.

તાપી જિલ્લાના વડુંમથક વ્યારા તેમજ વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.સારા વરસાદને કારણે તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે.

સુરતના બારડોલી નગર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે. જેમાં ધામરોડ, બાબેન, તેંન સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. બારડોલીમાં સતત બીજા દિવસે પણ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ વરસાદ પડતાં ડાંગર અને શાકભાજીના પાકને જીવતદાન મળ્યું છે.

આ ઉપરાંત સુરતના મહુવા પંથકમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 18,19 અને 20 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાંભારે વરસાદ પડી શકે છે. જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

આ પણ વાંચો : BOTAD : આગામી 4-5 દિવસમાં સિંચાઈનું પાણી ન મળ્યું તો ખેડૂતોનો ઉભો પાક બળી જશે

Next Video