BOTAD : આગામી 4-5 દિવસમાં સિંચાઈનું પાણી ન મળ્યું તો ખેડૂતોનો ઉભો પાક બળી જશે

વરસાદ ખેંચાતા બોટાદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ખેડૂતોના ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે પરંતુ નથી વરસાદ વરસી રહ્યો કે નથી સરકાર કેનાલમાં પાણી છોડી રહી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:20 PM

BOTAD : વરસાદ ખેંચાતા બોટાદના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. એક બાજુ મેઘરાજા રિસાયા છે તો બીજી બાજુ સરકાર સિંચાઈનું પાણી નથી આપી રહી તેવી ખેડૂતોની ફરિયાદ છે. જો ટાણે મદદ મળી તો ખેડૂતોના વ્યારા ન્યારા થશે, બાકી ખેચાઈ ગયેલો વરસાદ હજું પણ ન વરસ્યો કે સિંચાઈનું પાણી પણ મોડું મળ્યું તો ખેડૂતોના હાલ બેહાલ થશે એ નકકી છે. આ જ ભયને કારણે ચિંતા મુકાયેલા બોટાદના ખેડૂતો સરકારને સમયસર મદદ કરવા ગુહાર લગાવી રહ્યાં છે.

બોટાદના ખેડૂતો કહી રહ્યાં છે કે બે ત્રણ દિવસમાં એટલે કે સમયસર વરસાદ આવે કે સમયસર સિંચાઈનું પાણી મળે તો પાક માટે તે જીવતદાન સમાન હશે. બાકી સમય નિકળી ગયા પછી તો મળેલું પાણી પણ કામ નહી લાગી.વરસાદ ખેંચાતા બોટાદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ખેડૂતોના ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે પરંતુ નથી વરસાદ વરસી રહ્યો કે નથી સરકાર કેનાલમાં પાણી છોડી રહી.

બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતોએ કપાસ,મગફળી, તલની ખેતી કરી છે. જિલ્લામાં કુલ 1 લાખ 37 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું છે, 21 હજાર હેકટરમાં મગફળીનું અને 50 હજાર હેકટરમાં સોયાબીન, કઠોળ અને શાકભાજીની ખેતી છે. એવામાં જો આગામી 4 થી 5 દિવસમાં પાણી નહી મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેનાલ મારફતે વહેલામાં વહેલી તકે સિંચાઈનું પાણી આપવા ખેડૂતોએ માગ કરી છે.

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

આ પણ વાંચો : TAPI : તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ડાંગરના પાકને મળ્યું જીવનદાન

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">