Cyclone Biparjoy: ‘બિપરજોય વાવાઝોડા’ પહેલા સરકારે લીધા અગતમચેતીના પગલા, રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ

|

Jun 11, 2023 | 7:04 PM

Cyclone Biparjoy: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા CMએ તાકીદ કરી હતી.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા પહેલા સરકારે લીધા અગતમચેતીના પગલા, રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ
CM Bhupendra Patel

Follow us on

Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોડાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) સંભવિત અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીણવટપૂર્વક જાયજો મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.

આ પણ વાંચો: Gujarat Video: દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રવેશોત્સવ મોકૂફ રખાયો, અન્ય જિલ્લાઓમાં 3 ને બદલે 2 દિવસ યોજાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જિલ્લાના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં વસતા લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર અવશ્ય થઈ જાય તે જરૂરી છે. આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા CMએ તાકીદ કરી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
  1. મુખ્યમંત્રી એ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન, જનરેટર સાહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા.
  2. સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો હટાવી લેવા નિર્દેશ કર્યો.
  3. સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટાભાગે 14 જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી.
  4. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સમગ્ર રાજ્યમાં 12 થી 14 ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ 12 અને 13 જૂને યોજવા નિર્ણય કર્યો છે.
  5. દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા 6 જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
  6. આ ઉપરાંત 6 મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે. જેમાં કચ્છ માટે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબી માટે કનુ દેસાઈ, રાજકોટ માટે રાઘવજી પટેલ, પોરબંદર માટે કુંવરજી બાવળીયા, જામનગર માટે મુળુભાઈ બેરા, દ્વારકા માટે હર્ષ સંઘવી, જુનાગઢ માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.
  7. આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા દરિયાકાંઠે લાંગરેલી હોડી – બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે તેની વિગતોની ચર્ચા તેમણે કરી હતી.
  8. રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે.
  9. NDRFની કુલ 7 ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ 3 ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઈ છે. SDRFની 12 ટીમ પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.

(ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા, ગાંધીનગર)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article