ગુજરાતની નવી IT/ITeS પોલિસી 2022-27 હેઠળ પ્રથમ એમઓયુ, 2000 રોજગારીનું સર્જન થશે

બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની QX ગ્લોબલ ગ્રુપ લિમિટેડ અને રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU થયા હતા

ગુજરાતની નવી IT/ITeS પોલિસી 2022-27 હેઠળ પ્રથમ એમઓયુ, 2000 રોજગારીનું સર્જન થશે
ગુજરાતની નવી IT/ITeS પોલિસી-2022-27 હેઠળ પ્રથમ એમઓયુ
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:13 PM

રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે તાજેતરમાં જાહેર કરેલી નવી IT/ITeS પોલિસી-2022-27ની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU સંપન્ન થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની ઉપસ્થિતીમાં આ સ્ટ્રેટેજિક MoU સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરાના માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીએ રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક MoUને આવકાર્યા હતા.

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ QX ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં જરૂરી યોગ્ય સહયોગ પણ આપશે.

QX ગ્લોબલના ગૃપ સી.ઇ.ઓ શ્રીયુત ફ્રેન્ક રોબિન્સને આ MoU વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં 2003-4માં તેમના સહયોગથી શરૂ થયેલી આ QX ગ્લોબલ હવે 2300 જેટલા આઇ.ટી સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત બની છે.

આ 2300 પૈકીના મોટાભાગના 1700 જેટલા પ્રોફેશનલ્સ ગુજરાતમાં કાર્યરત છે અને આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઇ.ટી ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારી (Employment) નું સર્જન થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ MoU વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ આઇ.ટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

આ પણ વાંચોઃ સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી