Gandhinagar : ઓબીસી બિલ મુદ્દે પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીનું નિવેદન, કહ્યું કાયદામાં આર્થિક માપદંડ જરૂરી

|

Aug 09, 2021 | 7:36 PM

જરાત સરકારના પૂર્વ કાયદાપ્રધાન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદામાં આર્થિક માપદંડ રાખવા જરૂરી છે. તેમજ કોઈપણ જ્ઞાતિના સમૃદ્ધ લોકોને OBCનો લાભ ન આપવો જોઈએ.

કેન્દ્ર સરકારના OBC બિલ મામલે ગુજરાત સરકારના પૂર્વ કાયદાપ્રધાન દિલીપ સંઘાણી(Dileep Sanghani)એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદામાં આર્થિક માપદંડ રાખવા જરૂરી છે. તેમજ કોઈપણ જ્ઞાતિના સમૃદ્ધ લોકોને OBCનો લાભ ન આપવો જોઈએ. આ ઉપરાંત પાટીદારોમાં પણ સવર્ણ લોકોને બાદ રાખવા જોઈએ અને આવક મર્યાદાના આધારે લાભ આપવો જોઈએ.જ્યારે આ બિલમાં ખેતી કરતા ખેતમજૂરો ખેડૂતોનો સમાવેશ કરવો જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

પરંતુ હજુ રાજ્યો સત્તાનો ઉપયોગ કરે એમાં થોડો સમય લાગશે. તેમજ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે.

 

આ પણ વાંચો : Independence Day: લાલ કિલ્લા પરથી સાંભળી શકો છો તમારો અવાજ, રાષ્ટ્રગીત ગાઈને વીડિયો વેબસાઈટ પર અપલોડ કરોઃ સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડી

આ પણ વાંચો : યુવકે ડ્રગ્સ ખરીદવા માટે પોતાના અઢી વર્ષના પુત્રને 40 હજાર રૂપિયામાં વેચી દીધો, પત્નીની ફરિયાદ પર થઈ ધરપકડ

Next Video