દ્રૌપદી મુર્મુની ભારતના રાષ્ટ્રપતિ તરીકેની જીત આદિવાસીઓની સશકિતકરણની માત્ર વાતો કરનારા લોકોને સણસણતો જવાબ

|

Jul 23, 2022 | 5:20 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) જણાવ્યું કે રાષ્ટ્રપતિ પદના બે ઉમેદવારોમાંથી એક જીતે તે સામાન્ય છે, પરંતુ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપતિ બનવું એ દેશની આઝાદીના 75 વર્ષમાં એક ઐતિહાસિક ઘટના છે.

દ્રૌપદી મુર્મુની ભારતના રાષ્ટ્રપતિ તરીકેની જીત આદિવાસીઓની સશકિતકરણની માત્ર વાતો કરનારા લોકોને સણસણતો જવાબ
Amit Shah

Follow us on

ગુજરાતના (Gujarat) પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)  તેમના લોકાપર્ણ કાર્યક્રમ બાદના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દ્રૌપદી મુર્મુની ભારતના રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીને “ઐતિહાસિક ઘટના” ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની જીત એ લોકોને જવાબ છે જેઓ માત્ર આદિવાસીઓના સશક્તિકરણની વાત કરે છે, પરંતુ સમુદાયોમાં વિભાજન કરે છે.તેમણે કહ્યું કે આદિવાસીઓનું સશક્તિકરણ તેની વાત કરીને નહીં, પરંતુ આવા નક્કર પરિણામો અને સ્થાન દ્વારા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાહે ઉમેર્યું હતું કે તેવો આદિવાસી સંથાલ સમુદાય સાથે જોડાયેલા છે અને ખૂબ જ પછાત પ્રદેશમાંથી આવતા વ્યક્તિનું દેશના ટોચના પદ બિરાજમાન છે એ લોકશાહીની મોટી જીત છે.

“રાષ્ટ્રપતિ પદના બે ઉમેદવારોમાંથી એક જીતે તે સામાન્ય છે, પરંતુ દ્રૌપદી મુર્મુ માટે રાષ્ટ્રપતિ બનવું એ દેશની આઝાદીના 75 વર્ષમાં એક ઐતિહાસિક ઘટના છે તેમ અમિત શાહે ઉમેર્યું કહ્યું. તેમણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમિત શાહે વધુમાં જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાજપ સત્તામાં હતા ત્યારે ટોચના પદ પર ચૂંટાયા હતા.તેમણે કહ્યું કે એપીજે અબ્દુલ કલામે દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરીને અને ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના નકશા પર લઈ જઈને ભારતને સુરક્ષિત કરવામાં યોગદાન આપ્યું હતું. જ્યારે રામનાથ કોવિંદ અત્યંત ગરીબ દલિત પરિવારમાંથી આવ્યા હતા અને સંઘર્ષ બાદ ટોચના પદ પર પહોંચ્યા હતા. તેમજ આજના રાષ્ટ્રપતિ એવા પ્રદેશમાંથી આવે છે, જ્યાં ઘણાને એ પણ ખબર નથી કે રાષ્ટ્રપતિ શું છે.

Published On - 5:12 pm, Sat, 23 July 22

Next Article