GANDHINAGAR : વિશ્વ હીન્દુ પરિષદની ધર્મસભા યોજાઈ, VHPના મહામંત્રી સુરેન્દ્ર જૈન હાજર રહ્યાં

|

Aug 27, 2021 | 6:34 PM

VHP Dharmasabha Gandhinagar : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયું ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હીન્દુ પરિષદ (VHP)ની આ પ્રથમ ધર્મસભા છે.

GANDHINAGAR : ગાંધીનગર ખાતે વિશ્વ હીન્દુ પરિષદ (VHP) ની ધર્મસભા યોજાઇ હતી. આ ધર્મસભામાં VHPના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને હાજરી આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતે હાજર રહેલા સુરેન્દ્ર જૈને એક વાતચીત દરમિયાન લવ જેહાદના કાયદા પર હાઇકોર્ટે લગાવેલા સ્ટે પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું માનવું છે કે આ હંગામી સ્ટે છે અને રાજ્ય સરકાર આ મામલે કાનુની સલાહ લઇને આગળ વધશે. તેમણે કહ્યું આ કાયદો બનવાથી આરી જવાબદારીઓ વધી ગઈ છે, પણ અમારું કામ અટક્યું નહોતું. સરકાર પોતાનું કામ કરશે અને અમે અમારું કામ કરીશું. આ કાયદો બનવાથી અમારું કામ અટવાયું નથી, પણ અમારા કામને મજબૂતી મળી છે.

તો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેલા સુરેન્દ્ર જૈને કેન્દ્રની મોદી સરકારની ભરપેટ પ્રશંસા કરી હતી. તેમનું માનવું છે કે હાલ દેશમાં અન્ય કશું નહીં પરંતુ મોદી મોદી જ દેખાય છે. જોકે તેઓએ નામ લીધા વગર રાષ્ટ્રવાદી શક્તિઓ મજબુત બનશે તેવો દાવો કર્યો.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયું ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હીન્દુ પરિષદ (VHP)ની આ પ્રથમ ધર્મસભા છે.

આ પણ વાંચો : Janmashtami 2021: બહુ ઓછા લોકો જાણે છે કૃષ્ણના જીવનની આ રોચક અજાણી વાતો, જાણો અહી

આ પણ વાંચો : Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા

Next Video