ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટાડો નોંધાઈ રહ્યો છે . જેમાં 03 એપ્રિલના રોજ કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2214એ પહોંચી છે. ગઈકાલની સરખામણીમાં કોરોના એક્ટિવ કેસ અને એક દિવસમાં નોંધાયેલા કેસમાં ઘટાડો થયો છે. ગઈ કાલે ગુજરાતમાં 2332 એક્ટિવ કેસ હતા. આજે કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જેમાં આજે કોરોનાથી 374 દર્દી સાજા થયા છે. આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.
અમદાવાદમાં 66, વડોદરામાં 27, રાજકોટમાં 19, સુરતમાં 22, સાબરકાંઠામાં 14, ભરુચમાં 13, મોરબીમાં 11, ગાંધીનગરમાં 7, વલસાડમાં 6, અમરેલીમાં 5 આણંદમાં 5, ગાંધીનગરમાં 5, સુરત જિલ્લામાં 5, કચ્છમાં 4, રાજકોટ જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, અમદાવાદમાં 2, પોરબંદરમાં 2, વડોદરા જિલ્લામાં 2, મહેસાણામાં 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા રહે છે. અહીં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી મુસાફરો વધુ આવતા હોય છે. ત્યારે આ છ દેશના મુસાફરો માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવાના રહેશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જે પછી જ આ છ દેશના મુસાફરો ગુજરાતમાં પ્રવાસ કરી શકશે અને ગુજરાતમાં રોકાઇ શકશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:12 pm, Mon, 3 April 23