ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 294 કેસ નોંધાયા

|

Aug 23, 2022 | 8:59 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 294 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં આજે કોરોનાથી 404 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 294 કેસ નોંધાયા
Gujarat Corona

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 294 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં આજે કોરોનાથી 404 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2018 થઈ છે. જયારે કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 112,(Ahmedabad)  વડોદરામાં 40, રાજકોટમાં 16, સુરત જિલ્લામાં 14, વલસાડમાં 13, સુરતમાં 14, વલસાડમાં 13, ગાંધીનગરમાં 09, મહેસાણામાં 09, નવસારીમાં 08, બનાસકાંઠામાં 07, જામનગરમાં 07, વડોદરામાં 07, ભરૂચમાં 05, કચ્છમાં 05, આણંદમાં 04, પંચમહાલમાં 04, પાટણમાં 04, ભાવનગરમાં 03, રાજકોટમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, અમેરલીમાં 01, છોટા ઉદેપુરમાં 01, ગીર સોમનાથમાં 01, ખેડામાં 01, સાબરકાંઠામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

Published On - 8:46 pm, Tue, 23 August 22

Next Article