Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રની સજ્જતા, દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત, 24/7 સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત રાખવા અનુરોધ

|

Jun 13, 2023 | 6:15 PM

Gandhinagar: બિપરજોય વાવાઝોડાાને ધ્યાને રાખી રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ટોલફ્રી નંબર 1077 લગાવી અસરગ્રસ્તો કોઈપણ જિલ્લામાંથી સહાય મેળવી શકશે.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રની સજ્જતા, દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત, 24/7 સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત રાખવા અનુરોધ

Follow us on

ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો આ મુજબ છે.

  •  અમદાવાદ – 079-27560511
  •  અમરેલી – 02792-230735
  • આણંદ – 02692-243222
  • અરવલ્લી – 02774-250221
  •  બનાસકાંઠા – 02742-250627
  •  ભરૂચ – 02642-242300
  •  ભાવનગર – 0278-2521554/55
  •  બોટાદ – 02849-271340/41
  •  છોટાઉદેપુર – 02669-233012/21
  •  દાહોદ – 02673-239123
  •  ડાંગ – 02631-220347
  •  દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
  • ગાંધીનગર – 079-23256639
  •  ગીર સોમનાથ – 02876-240063
  •  જામનગર – 0288-2553404
  •  જૂનાગઢ – 0285-2633446/2633448
  •  ખેડા – 0268-2553356
  • કચ્છ – 02832-250923
  • મહીસાગર – 02674-252300
  •  મહેસાણા – 02762-222220/222299
  • નર્મદા – 02640-224001
  •  નવસારી – 02637-259401
  • પંચમહાલ – 02672-242536
  • પાટણ – 02766-224830
  •  પોરબંદર – 0286-2220800/801
  • રાજકોટ – 0281-2471573
  • સાબરકાંઠા – 02772-249039
  •  સુરેન્દ્રનગર – 02752-283400
  • સુરત – 0261-2663200
  •  તાપી – 02626-224460
  •  વડોદરા – 0265-2427592
  •  વલસાડ – 02632-243238

RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ

15 જૂન સુધીમાં વાવાઝોડુ કચ્છના માંડવી પહોંચે તેવી સંભાવના

વાવાઝોડુ બિપરજોય 15 જુન સુધીમાં કચ્છના માંડવીથી લઈ પાકિસ્તાનના કરાંચી સુધી ટકરાવાની આશંકા છે. તેને ધ્યાને રાખી કંડલા પોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. કંડલામાં વર્ષ 1998માં આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. જેમા 10 હજારથી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે વાવાઝોડાની વિનાશક્તાને ધ્યાને રાખી સાવધાની અને તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે અને કોઈ નાની સરખી પણ ચૂક ન રહી જાય તેનુ પૂરતુ ધ્યાન રખાઈ રહ્યુ છે. પીએમઓ અને ગૃહમંત્રાલય તરફથી પણ આ વાવાઝોડાની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વાવાઝોડાની પળેપળની સ્થિતિથી પીએમઓને જાણકારી આપી રહ્યા છે, ગઈકાલે સાંજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી અને વાવાઝોડાની તમામ ગતિવિધિની તલસ્પર્શી વિગતો આપી હતી.

આ પણ વાંચો : Cyclone Biparjoy: પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નું સંકટ, ભારતીય રેલ્વે દ્વારા લેવાયા સાવચેતીના પગલા

15 જૂને સાંજે કંડલા બંદરે વાવાઝોડુ હિટ કરે તેવી શક્યતા

કંડલા પોર્ટ પર વાવાઝોડુ બિપરજોય 15 જૂને સાંજે હિટ કરે તેવી શક્યતાને જોતા પહેલેથી જ પોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. અહીં રહેલા કાર્ગો સહિતના જહાજોને સમુદ્રમાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી કરીને જહાજને કોઈ પ્રકારનું નુકસાન થવા ન પામે. આ સાથે અહીં રહેલા કંટેનરને ટ્રક પર લાદી દેવામાં આવ્યા છે. જેથી કરીને ત્યાં પણ કોઈપણ પ્રકારની નુકસાની ન થાય.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article