રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા

|

Nov 10, 2021 | 8:14 PM

રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8 લાખ 26 હજાર 826 થઇ છે

GUJARAT CORONA UPDATE : દિવાળી બાદ રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 14 થી 25 આસપાસ નોંધાતા નવા કેસોમાં આજે 10 નવેમ્બરે છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

રાજ્યમાં આજે 10 નવેમ્બરે કોરોનાના નવા 42 કેસો નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8 લાખ 26 હજાર 826 થઇ છે અને મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 અને અત્યાર સુધીમાં કુલ 8,16, 521 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ 215 થયા છે.

રાજ્યમાં આજે મહાનગરોમાં નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ સુરત શહેર અને વલસાડ જિલ્લામાં 5-5 નવા કેસ, વડોદરા શહેરમાં 4 નવા કેસ, રાજકોટ શહેર, જુનાગઢ અને મોરબીમાં 2-2 કેસ જામનગર શહેર તેમજ આણંદ, ભરૂચ , ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે.

રસીકરણની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં 4 લાખ 09 હજાર 727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 16,421 લોકોને રસી અપાઇ…તો વડોદરામાં 5960, રાજકોટમાં 4585 લોકોનું રસીકરણ કરાયું…જ્યારે સુરતમાં 25748, દાહોદમાં 29,294 અને આણંદમાં 26,698 લોકોને રસીના ડોઝ અપાયા.રાજ્યમાં અત્યાર સુધી કુલ 7 કરોડ 28 લાખ 73 હજાર 785 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું “અન્યાયનો જવાબ લઈને રહીશુ”

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

 

 

Next Video