દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું “અન્યાયનો જવાબ લઈને રહીશુ”

આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો મોંઘવારી સામે લોકોનો અવાજ મજબૂત કરવા વધુને વધુ પ્રયાસ કરશે.

દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ શરૂ કરશે જનજાગૃતિ અભિયાન, રાહુલ ગાંધીએ કહ્યું અન્યાયનો જવાબ લઈને રહીશુ
PM Modi and Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:37 PM

દેશમાં વધી રહેલી મોંઘવારી સામે કોંગ્રેસ (Congress) ‘જન જાગરણ અભિયાન’ નામથી જનઆંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જનઆંદોલન 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે (KC Venugopal)જણાવ્યું હતું કે સીએનજી, એલપીજી, ડીઝલ, પેટ્રોલ, રાંધણ તેલ, કઠોળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના અભૂતપૂર્વ ભાવ વધારા સામે લોકોના અવાજને મજબૂત કરવા કોંગ્રેસના કાર્યકરો વધુને વધુ પ્રયાસો કરી રહ્યા છે.’

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ એક્શનમાં

ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જન જાગરણ અભિયાન વિશે ટ્વીટ કર્યું છે. કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે ટ્વીટ કર્યું કે ભાજપ સરકારનું જન ઉત્પીડન અભિયાન ચાલી રહ્યું છે, હવે કોંગ્રેસનું #JanJagaranAbhiyan ચાલશે. અન્યાયનો જવાબ લઈને રહીશું.”

મળતી માહિતી મુજબ કોંગ્રેસ (Congress) પ્રચાર માટે એક લોગો પણ બનાવી રહી છે, જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી દાંડી કૂચ જેવો હશે. આ સિવાય 12 નવેમ્બરે સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના ટોચના નેતાઓ જનસંપર્ક કાર્યક્રમોના ભાગરૂપે સોશિયલ મીડિયા પર લાઈવ થશે.

પાર્ટીના પ્રચાર માટે લોકો પોતાની નોંધણી કરાવી શકે તે માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.

29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર યોજવાની ભલામણ

તમને જણાવી દઈએ કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં આયોજિત સંસદ સત્રની જેમ શિયાળુ સત્ર પણ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને આયોજિત કરવામાં આવશે.

સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર (Budget Session) અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત એમ.વેંકૈયા નાયડુને પણ આમંત્રણ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">