ગાંધીનગરમાં સોલાર રૂફટોપ યોજનાના બે-બે વાર લોકાર્પણને લઈને થયો વિવાદ, કોંગ્રેસે મનપાના અધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાનો કર્યો આક્ષેપ

|

Apr 11, 2023 | 6:33 PM

Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકામાં સોલાર રૂફટોપ યોજનાના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અલગ અલગ લોકાર્પણ કરતા અનેક સવાલ ઉઠ્યા છે. આ મામલે કોંગ્રેસે પ્રહાર કર્યો છે કે મનપાના પદાધિકારીઓ વચ્ચે કોઈ જાતનુ સંકલન નથી.

ગાંધીનગરમાં સોલાર રૂફટોપ યોજનાના બે-બે વાર લોકાર્પણને લઈને થયો વિવાદ, કોંગ્રેસે મનપાના અધિકારીઓ વચ્ચે સંકલન ન હોવાનો કર્યો આક્ષેપ

Follow us on

ગાંધીનગર મહાનગરપાલિકામાં સોલાર રૂફટોપ યોજનાના લોકાર્પણને લઇને વિવાદ સર્જાયો છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અલગ અલગ લોકાર્પણ કરતા અનેક સવાલો ઉઠ્યા છે. 2 દિવસ પહેલા મેયરે આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ આજે મેયરે ફરી એ જ રૂફટોપ યોજનાનું લોકાર્પણ કર્યું. ત્યારે સવાલ એ છે કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે મતભેદ છે કે પછી સંકલનનો અભાવ ?

આ મામલે કોંગ્રેસે ફરી શાસક પક્ષ સામે પ્રહારો કર્યા. કોંગ્રેસે જણાવ્યું કે મનપામાં પદાધિકારીઓ વચ્ચે કોઇ પણ જાતનું સંકલન નથી. ફક્ત અહમ સંતોષવા માટે એક જ પ્રોજેક્ટનું બે-બે વખત ઉદ્ધાટન કરવામાં આવે છે. પરંતુ તેના કારણે પ્રજાના નાણાનો વેડફાટ થઇ રહ્યો છે.

10 એપ્રિલે મેયરે કર્યું હતું લોકાર્પણ

સ્માર્ટ સિટી મિશન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ સ્થળો પર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી ઈન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ દરમિયાન શહેરના ભાજપના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. 10 એપ્રિલે આ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

આ પણ વાંચો: Gandhinagar: મેયરના હસ્તે સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી ઈન્સ્ટોલેશનની કામગીરીનું ઉદ્ઘાટન, મહાનગરપાલિકાને વર્ષે અંદાજે 35.88 લાખ રૂપિયાની થશે બચત

પ્રોજેક્ટ હેઠળ 32 સ્થળ પર કુલ 945 કિલોવોટના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે કુલ 365 કિલોવોટની રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘ દ્રષ્ટિ તેમજ રીન્યુએબલ એનર્જી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના રસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ ફાયર સ્ટેશનની છત પર સોલાર સિસ્ટમ લગાવીને ગ્રીન એનર્જી ઉત્પન કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે. આ સિસ્ટમથી 25 વર્ષમાં અંદાજે 9300 ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટશે. એટલે કે આ સિસ્ટમથી પર્યાવરણમાં અંદાજે 14,700 સાગના વૃક્ષ વાવવાની સમકક્ષ લાભ કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article