કોંગ્રેસે ઝવેરચંદ મેઘાણીના ફોટાને લઇને ભાજપ પર પ્રહાર કર્યો, સીએમ રૂપાણી કહ્યું કાર્યક્રમના કેન્દ્રમાં ઝવેરચંદ મેઘાણી

|

Aug 28, 2021 | 5:52 PM

ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મ જંયતિ છે. જેમાં કોંગ્રેસે તેમની જન્મ જયંતીના કાર્યક્રમની પત્રિકામાં તેમના ફોટાના લઇને ભાજપ પ્રહાર કર્યો છે. જ્યારે સીએમ રૂપાણીએ તેની પર પલટવાર કરતાં કહ્યું કે ઝવેરચંદ મેઘાણી કાર્યક્રમમાં કેન્દ્રમાં છે.

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિતે કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે, 125મી જન્મજયંતીના કાર્યક્રમની પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો નથી. કોંગ્રેસે કહ્યું કે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીનો જ ફોટો આમંત્રણ પત્રિકાના કવરમાં અને કાર્યક્રમના મુખ્ય બેનરમાં નથી.તો બીજી તરફ મુખ્યપ્રધાને કૉંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમના કેન્દ્રમાં જ ઝવેરચંદ મેઘાણી છે.

જ્યારે ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું કે, પત્રિકા કુલ 4 પેઈઝની છે. અને તેમાં પેઈઝ નંબર 2,3 અને 4માં ઝવેરચંદ મેઘાણીના ફોટા સહિત માહિતી આપવામાં આવી છે.. ત્યારે કવર પઈજમાં આયોજકોના નામ અને ફોટા છે. પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો નથી તે એક જૂઠાણું છે..

તો જાણવા મળતી વિગત મુજબ સરકારી પ્રોટોકોલ પ્રમાણે સરકારી કાર્યક્રમના મુખ્ય કવર પેઇજ પર મંત્રીઓનો ફોટા હોય છે. જ્યારે કાર્યક્રમ જે વ્યક્તિ અંગે હોય તેના ફોટા અંદર હોય છે. આવો સરકારી પ્રોટ્રોકોલ છે. પણ ચર્ચા જાગી છે કે જો કવર પેઇજ પર પણ મેઘાણીના ફોટાને સ્થાન આપ્યું હોત તો કોને વાંધો હતો.

આ પણ વાંચો : લો બોલો..! ઘરમાં પાણીની સમસ્યાથી હેરાન Big B, આ રીતે KBC ના સેટ પર તૈયાર થવું પડે છે અમિતાભ બચ્ચનને

આ પણ વાંચો : ખુબ અગત્યનું: કેટલા દિવસો બાદ બદલી દેવું જોઈએ બ્રશ? ઘરમાં કોઈને છે આ સમસ્યા તો જરૂર બદલો બ્રશ

Published On - 5:48 pm, Sat, 28 August 21

Next Video