Gujarat વિધાનસભા બહાર કોંગ્રેસનો ખેડૂતોને વીજળી આપવાની માંગ સાથે આક્રમક દેખાવો

|

Mar 25, 2022 | 4:48 PM

ગુજરાત વિધાનસભા બહાર દેખાવો દરમ્યાન કોંગ્રેસના ધારાસભ વિમલ ચુડાસમા અને લલિત વસોયા આક્રમક જોવા મળ્યા હતા. તેમજ તેમણે કહ્યું કે સરકારે માત્ર વાયદા કર્યા છે જયારે સિંચાઇના પાણી નથી મળતું અને પૂરતી વીજળી પણ મળતી નથી તેવા સમયે ખેડૂતોની હાલત કફોડી બની છે.

ગુજરાતમાં(Gujarat)  ઉનાળાની શરૂઆત અને સિંચાઇ માટે પાણીની તંગીને પગલે ખેડૂતોની વીજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ (Congress)  હવે આક્રમક મુડમાં દેખાઇ રહી છે. જેમાં ખેડૂતોને આઠ કલાકની વીજળી(Power)  આપવાની માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ ગુજરાત વિધાનસભા બહાર ધરણા કર્યા હતા. તેમજ બેનર સાથે અર્ધનગ્ન હાલતમાં કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર દેખાવ કર્યા હતા.કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે ઉર્જા પ્રધાને ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની વાત કરી હતી.પરંતુ હજી સુધી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. તેનીસા થે કોંગ્રેસે માંગ કરી છે કે ભાજપ સરકાર ખોટા વાયદા કરવાને બદલે ખેડૂતોને આઠ કલાક વીજળી આપે. જો ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસના ધારાસભ્ય  વિમલ ચુડાસમા અને લલિત વસોયા આક્રમક જોવા મળ્યા

આ સમગ્ર દેખાવો દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય  વિમલ ચુડાસમા અને લલિત વસોયા આક્રમક જોવા મળ્યા હતા. તેમજ તેમણે કહ્યું કે સરકારે માત્ર વાયદા કર્યા છે જયારે સિંચાઇના પાણી નથી મળતું અને પૂરતી વીજળી પણ મળતી નથી તેવા સમયે ખેડૂતોની હાલત કફોડી બની છે.જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં અપુરતી વીજળીથી હવે ખેડૂતો પરેશાન થયા છે. છેલ્લા ત્રણ દિવસથી દિયોદર વખા ખાતે ખેડૂતો ધરણાં કરી રહ્યા હતા. પરંતુ હવે જિલ્લાના તમામ તાલુકા મથકે ભારતીય કિસાન સંઘથી લઈ ખેડુત સંગઠનો પૂરતી વીજળી મળે તે માટેની માંગ કરી આવેદનપત્ર રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન નો મુખ્ય વ્યવસાય છે.

ખેતરમાં બિયારણ અને ખાતર નિષ્ફળ ગયા

પરંતુ છેલ્લા કેટલાક સમયથી પૂરતી વીજળી ન મળતાં ખેડૂતો પરેશાન થયા છે. સરકારે આઠ કલાક ખેતી વપરાશ માટે વીજળી આપવાની બાહેધરી આપી હોવા છતાં આઠ કલાક તો ઠીક પરંતુ ખેડૂતોને ચાર કલાક પણ અપૂરતી વીજળી મળતી નથી. ઉનાળુ વાવેતર થઇ ચૂક્યું છે. જે વચ્ચે પૂરતું પાણી ન મળતા ખેતરમાં બિયારણ અને ખાતર નિષ્ફળ થઇ ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતીય કિસાન સંઘ થી લઇ ખેડૂત આગેવાનનો જિલ્લાના તમામ તાલુકા મથકે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ઉદ્યોગો અને પૂરતી વીજળી આપી શકતી હોય તો ખેડૂતોને કેમ નહીં. કિસાન સંઘના આગેવાન મોહનલાલ માળીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ખેડૂતોને વીજળી ની સમસ્યા નડી રહી છે. સરકાર ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ખેડૂતોને વીજળી આપે. અન્યથા આગામી સમયમાં માર્ચ માસના વીજ બિલ ખેડૂતો પડશે નહીં.

દિયોદર વખા ખાતે ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. વીજળીની માંગ સાથે ખેડૂતો રાત્રી દરમિયાન પણ વીજ સબ સ્ટેશન ખાતે ધરણાં કરતા હોવા છતાં સ્થાનિક તંત્ર કે પદાધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લેતા નથી. આજે ખેડૂતોએ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળી આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Bhavnagar: 11 માં ખેલ મહાકુંભનો સમાપન સમારોહ, ગુજરાતે રમતગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે : વિભાવરી દવે

આ પણ વાંચો : KHEDA : નડીયાદમાં લવ જેહાદનો ભયાનક કિસ્સો, યુવતીની કરૂણ ગાથા સાંભળી રુંવાડા ઉભા થઇ જશે

Published On - 4:34 pm, Fri, 25 March 22

Next Article