GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં  બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

| Edited By: | Updated on: Aug 28, 2021 | 1:18 PM

Zaverchand Meghani Museum Chotila : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે સરકાર મ્યુઝીયમ બનાવશે.

GANDHINAGAR : આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે, તો સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમોના આયોજનો વિશે વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન “ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો રાજ્યના સરકારી ગ્રંથાલયોમાં ઝવેરચંદ મેઘાણી કોર્નર બનાવવા માટે તેમના પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ અંગેના રાજ્ય સરકારના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બવાવવામાં આવશે. આ મ્યુઝીયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો ન હોવો એ ખોટો વિવાદ છે. અમારા કાર્યક્રમના કેન્દ્રમાં જ ઝવેરચંદ મેઘાણી છે. આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ પેરાઓલમ્પિકમાં ટેબલ ટેનીસમાં ફાયનલ સુધી પહોચનાર ભાવિના પટેલને અભિનંદન આપ્યા.

રાજ્યમાં સિંચાઈ માટે પાણી છોડવા અંગે મુખ્યપ્રધાને કહ્યું કે હવે માત્ર પીવાના પાણીની જ વાત થશે, પીવાના પાણી માટે જળાશયોમાં સંગ્રહ કરવામાં આવશે અમે સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે.

આ પણ વાંચો : Gujarat : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, એક નજર કવિવરની જીવન ઝરમર પર

આ પણ વાંચો : Mehsana : સુંઢિયા ગામની ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં સિદ્ધિ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

Published on: Aug 28, 2021 12:52 PM