CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું “ચૂંટણી સમયે બધા બોલે, પછી કોઈ દેખાતું નથી, એવું નહીં થાય”

|

Sep 25, 2021 | 6:53 PM

ગાંધીનગરમાં એક સભાને સંબોધતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કેહ્યું કે જનતા સાથે કદમ સાથે કદમ મિલાવી કામ કરીશું અને જનતાને નડતી મુશ્કેલીઓ તેમના સુધી પહોચશે તો તેના નિવારણની પૂરી તાકાત તેમનામાં  છે.

GANDHINAGAR : રાજ્યમાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારના ગઠન બાદ નવી સરકાર હવે એક્શન મોડમાં છે. મુખ્યપ્રધાન બન્યા બાદ CM ભુપેન્દ્ર પટેલે તરત જ રાજ્યના અતિવૃષ્ટિ પ્રભાવિત જામનગર અને રાજકોટની મુલાકાત લીધી હતી, નવી સરકારના પ્રધાનોએ પણ પોતાના ચાર્જ સંભાળવાની સાથે જ એક પછી એક બેઠકો શરૂ કરી હતી. આ દિશામાં જ હવે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ગાંધીનગરમાં એક સભાને સંબોધતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કેહ્યું કે જનતા સાથે કદમ સાથે કદમ મિલાવી કામ કરીશું અને જનતાને નડતી મુશ્કેલીઓ તેમના સુધી પહોચશે તો તેના નિવારણની પૂરી તાકાત તેમનામાં  છે. મુખ્યપ્રધાને કહ્યું કે મારી પાસે મુશ્કેલી લઈને આવો અને મારા સુધી પહોચવામાં પણ કોઈ મુશ્કેલી આવે તો પણ મારા સુધી વાત પહોચાડો. મુખ્યપ્રધાને કહ્યું તેમના નંબર બધાની પાસે છે જ. મુખ્યપ્રધાને કહ્યું કે ઘણા બોલે છે કે ચૂંટણી સામે નેતાઓ બોલી જાય છે, પણ પછી દેખાતા નથી, પણ હવે આવું નહિ થાય.

મુખ્યપ્રધાને કહ્યું કે આવી સમસ્યા ન આવે એની જવાબદારી અમે બધા લઈએ છીએ. મુખ્યપ્રધાને કહ્યું કે આ જવાદારીમાંથી કોઈ છટકે તો પણ તેમના સુધી વાત પહોચાડવી. મુખ્યપ્રધાને કહ્યું, તમને અમારા સુધી પહોચવામાં કોઈ તકલીફ પડે તો પણ જાણ કરજો.

આ પણ વાંચો : બે વર્ષ બાદ નવરાત્રી : સરકાર દ્વારા શેરી ગરબાની મંજુરી અપાતા ભાવેણાના ગરબાપ્રેમીઓમાં આનંદ

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Next Video