ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

|

Oct 13, 2021 | 8:51 AM

કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.જેમાં રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતના(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં ગાંધીનગર(Gandhinagar) ખાતે આજે કેબિનેટની(Cabinet)બેઠક મળશે. જે સવારે 10.30 કલાકે યોજાનાર હતી જે હવે બપોરે 12.15 કલાકે મળશે. જેમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હોવાથી કેબિનેટની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.જેમાં રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલા કૃષિ નુકસાનના વળતર સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.તો બેઠકમાં રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

આ પણ વાંચો: પીએમ મોદીના હસ્તે ગતિશકિત- નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કરાશે, રાજ્યકક્ષાનો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહાત્મા મંદિરમાં યોજાશે

 

Next Video