હર્ષ સંઘવીએ ગૃહવિભાગના બજેટમાં એવી કઈ જોગવાઈઓ કરી જેથી કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની માગણીઓ પાછી ખેચી લેવી પડી

|

Mar 17, 2022 | 9:14 AM

અંદાજપત્રમાં ગૃહ વિભાગની જોગવાઈમાં ગત વર્ષ કરતાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2021-22ની રૂ.7960 કરોડની જોગવાઈ સામે રૂ.365 કરોડનો વધારો કરી કુલ રૂ. 8325 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ ગૃહવિભાગના બજેટમાં એવી કઈ જોગવાઈઓ કરી જેથી કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની માગણીઓ પાછી ખેચી લેવી પડી
Harsh Sanghavi (File Photo)

Follow us on

ગૃહ વિભાગની માંગણીઓ સર્વાનુમતે પસાર, પોલીસ તંત્રની 1094 નવી જગ્યાઓ ઉભી કરાશે

વિધાનસભાના બજેટ સત્રમાં વિવિધ વિભાગના અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા થયા બાદ તેના પર મંજૂરીની મહોર મારવામાં આવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે ગૃહ વિભાગ માટે કુલ રૂ.8325 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જે સર્વાનુમતે સ્વીકારાઈ હતી.

અંદાજપત્રમાં ગૃહ વિભાગની જોગવાઈમાં ગત વર્ષ કરતાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2021-22ની રૂ.7960 કરોડની જોગવાઈ સામે રૂ.365 કરોડનો વધારો કરી કુલ રૂ. 8325 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં રૂ.665 કરોડના ખર્ચે નવી સેવાની જોગવાઈનો પણ સમાવેશ થાય છે.

  1. પોલીસ વિભાગમાં રહેણાંકના 12000 મકાનો તેમજ બિન રહેણાંક 37 મકાનો બનાવવા માટે રૂ.861 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના પરીણામે રહેણાંકના મકાનના હાલના  41 % સંતોષનું સ્તર વધીને ત્રણ વર્ષમાં 65 % લઈ જવાનો લક્ષ્યાંક છે. ગુજરાત પોલીસ આવાસ નિગમની 1988માં સ્થાપના થયેથી આજદિન સુધીમાં રૂ. 4443 કરોડના ખર્ચે 48650 રહેણાંકના મકાનો તેમજ રૂ. 2434 કરોડના ખર્ચે 3363 બિન રહેણાંકના મકાનોની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. જે પૈકી રૂ.2169 કરોડના ખર્ચે 37080 રહેણાંકના અને રૂ.1710 કરોડના ખર્ચે 3025 બિન રહેણાંકના કામો પૂર્ણ થયેલ છે.
  2.  2022-23ના વર્ષમાં છોટા ઉદેપુર, વલસાડ, પાલનપુર અને ગીર સોમનાથ ખાતે રૂ.158 કરોડના ખર્ચે નવી જેલો તેમજ રહેણાંક મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જેના લીધે કેદીઓને વધુ સારી સુવિધા આપી શકાશે તેમજ ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાની સમસ્યાનું મહદઅંશે નિવારણ થશે.
  3. ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
    સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
    Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
    આજનું રાશિફળ તારીખ : 19-01-2025
    Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
  4.  સુરત શહેરમાં હિરાના ઉદ્યોગનો વિકાસ થયેલ છે. સુરત ગુજરાતને એન્ટવર્પ છે. સુરતમાં હીરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એજ રીતે સમગ્ર વિશ્વમાં નાણાકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગીફટ સીટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.3 કરોડની જોગવાઈ કરવામાં આવશે ગીફટ સીટીની પરીકલ્પના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ હતી. જે સાકાર થયેલ છે.
  5. ગુજરાત રાજયમાં કચ્છ જિલ્લો સરહદી જિલ્લો છે. જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટીએ અગત્યનો બની રહે છે. કચ્છ જિલ્લાના ઘોરડો, હાજીપીર અને ગાગોદરા ખાતેની હયાત આઉટ પોસ્ટને રૂ.4 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે.
  6. રાજ્યની વધતી જતી વસ્તી તેમજ ગુનાઓના પ્રમાણ ધ્યાને લઈને પોલીસ તંત્રમાં વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ રૂ.41 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવશે. જેમાં 1 નાયબ પોલીસ કમિશ્નર, 4 મદદનીશ પોલીસ કમિશ્નર, 17 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટર, 22 બિન હથિયારી પી.એસ.આઈ., 245 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ,457 હથિયારી કોન્સ્ટેબલ, 58 બિન હથિયારી એ.એસ.આઈ., 19 હથિયારી એ.એસ.આઈ. વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 29000 થી વધારેની ભરતી કરવામાં આવેલ છે. તેમજ 12174 કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા નોંધપાત્ર તબક્કે છે.
  7. કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુનાઓની તપાસ માટે વાહનોની આવશ્યકતા રહે છે. 2022-23ના વર્ષમાં રૂ.187 કરોડના ખર્ચે નવા 2256 વાહનોની ખરીદી કરવામાં આવશે. જેમાં 64 ઈનોવા, 109 બસ, 178 લાઈટવાન, 700 બોલેરો, 950 મોટરસાઈકલ, 36 ઓપન ટ્રક, 22 વોટર ટેન્કર, 77 પીસીઆર વાન, 67 પીસી બસ, 12 ટ્રેકટર, 2 વોટર ક્રેનન વગેરેનો સમાવેશ થાય છે. જેના લીધે ક્રાઈમ કન્વિકશન રેટ અને મોબીલીટીમાં વધારો થશે અને રીસ્પોન્સ ટાઈમમાં વધારો થશે. છેલ્લા પાંચ વર્ષમાં 5225 નવા વાહનોની ખરીદી કરવામાં આવેલ છે.
  8. ન્યાય સહાયક વિજ્ઞાન ખાતામાં Two Print Live Scanner ના સ્થાને Ten Print Live Scanner  તથા Palm Print Scanner  ફિંગર પ્રિન્ટ લેવા માટે ઉપલબ્ધ છે જેના સ્થાને આધુનિક સિસ્ટમ Automated Finger System રૂ.65 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં ખરીદવાનું આયોજન છે. જેના ભાગરૂપે 2022-23ના વર્ષમાં રૂ.34 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
  9. પોલીસ ખાતાની વિવિધ કામગીરીમાં ઝડપ અને ચોકસાઈ લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા મહત્વાકાંક્ષી ઈ-ગુજકોપ પ્રોજેકટ અલમમાં મુકેલ છે. જેમાં ચાલુ વર્ષે હાર્ડ અને સોફટવેરની ખરીદી માટે રૂ.28 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
  10. સરકારી કચેરીઓની કામગીરી ઝડપી બનાવવા તેમજ પેપરલેસ બનાવવાની રાજય સરકારની પ્રવર્તમાન નીતિના ભાગરૂપે પોલીસ ખાતાની કચેરીઓ માટે 2475 કોમ્પ્યુટર અને 2159 પ્રિન્ટર ઈ-ગુજકોપ પ્રોજેકટ હેઠળ રૂ.28 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવશે.
  11. રાજયની 19 જેલ, જેલ સ્ટાફ તાલીમ શાળા અને વડી કચેરી ખાતે રૂ.3 કરોડના ખર્ચે સીસીટીવી લગાડવામાં આવશે.
  12. રાજયના પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલી બનાવવામાં આવેલ છે. 2022-23ના વર્ષમાં શસ્ત્રો, સંદેશાવ્યવહારના સાધનો, સિકયુરીટી અને સર્વેલન્સ, ઈકવીપમેન્ટ અને વિવિધ વસ્તુઓ, તાલીમ તેમજ હોમગાર્ડઝ વગેરે માટે રૂ.10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રુ.6 કરોડના ખર્ચે વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવશે તેમજ રૂ.2 કરોડના ખર્ચે આધુનિક તાલીમ પુરી પાડવામાં આવશે.
  13. રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સમારોહમાં મહત્વના મહાનુભાવોની સલામતી અને સુરક્ષા પ્રદાન કરવા માટે ગુજરાત પોલીસ દળમાં 44 શહેર જિલ્લા યુનિટની કુલ-૫૨ બોમ્બ ડીસ્પોઝલ ડીટેકશન સ્કવોર્ડ કાર્યરત છે. જેના માટે 9 એકસપ્લોજીવ ડીટેકટર, 15 સર્ચ લાઈટ, 3 રીમોટ ઓપરેટ વાયર કટર, બોમ્બ બાસ્કેટ બીથ ટ્રોલી વગેરે આધુનિક સાધનોની રૂ.5 કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવશે.
  14. ગૌમાંસના પરીક્ષણ માટે સીરોલોજીકલ પદ્ધતિના બદલે વધુ સચોટ,અદ્યતન, સંવેદનશીલ નવી પદ્ધતિ-LMAP (Loop Mediated Isothermal Amplification) લાગુ કરવા માટે રાજયના ચાર મહાનગરોમાં રૂ.75.00 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જેના લીધે ચોક્કચાઈપૂર્ણ પરીણામો મળશે. છેલ્લા ત્રણ વર્ષમાં ગૌમાંસના સાબિત થયેલ કેસો 339 છે અને સાબિત થયેલા નમૂના ૧૪૭૨ છે.

આ પણ વાંચોઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

આ પણ વાંચોઃ રાજ્યમાં બે વર્ષમાં 70 હજાર વિદ્યાર્થીઓએ પૈસા ભર્યા છતાં ટેબલેટ ન મળ્યાં, ઘણા સ્ટુડન્ટનો અભ્યાસ પણ પૂરો થઈ જશે

Published On - 7:40 am, Thu, 17 March 22

Next Article