Breaking News: Gandhinagr: કલોલના વસાજડા ગામે બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને સંભળાવી ફાંસીની સજા

Gandhinagr: કલોલના વસાજડા ગામે બનેલા દુષ્કર્મના કેસમાં કલોલ કોર્ટ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. નરાધમ દોષિતે ત્રણ બાળકીને તેની હવસનો શિકાર બનાવી હતી. કોર્ટે આરોપીને ફરી 6 લાખનો દંડ પણ ફટકાર્યો છે આ અગાઉ કોર્ટે પહેલા આદેશમાં પીડિત પરિવારને 4 લાખ સહાય ચુકવવાનો આદેશ કર્યો હતો.

Breaking News: Gandhinagr: કલોલના વસાજડા ગામે બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને સંભળાવી ફાંસીની સજા
| Edited By: | Updated on: Apr 13, 2023 | 5:59 PM

ગાંધીનગરના કલોલના વસાજડા ગામે ત્રણ બાળકીઓને પીંખી નાખનાર આરોપીને કલોલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. માનસિક વિકૃત દોષિતે ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ આચર્યુ હતુ. કોર્ટ દોષિતને 6 લાખનો દંડ પણ ફટકાર્યો છે. અગાઉના આદેશમાં કોર્ટે પીડિત પરિવારને 4 લાખની સહાય ચુકવવાનો આદેશ કર્યો હતો. ત્યારે આજે ફરીથી કોર્ટે બીજા 6 લાખનો આદેશ કર્યો છે. કોર્ટે પીડિત પરિવારને કુલ 10 લાખની સહાયનો આદેશ કર્યો છે. કોર્ટે સરકારને પણ દુષ્કર્મનો ભોગ બનેલી 5 વર્ષની પીડિત બાળકીને 5 લાખની સહાય ચુકવવાનો આદેશ કર્યો છે.

કલોલ કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી ફાંસીની સજા

આરોપી વિજય ઠાકોર વાસજડાનો વતની છે અને 27 વર્ષનો પરિણિત યુવક હતો તે માનસિક વિકૃતિ ધરાવતો હતો. તેણે દિવાળીના તહેવાર દરમિયાન એક નવુ બાઈક ખરીદ્યુ હતુ. ત્યારબાદ રોડ બનાવવાના કામમાં મજુરી કરતા પરિવારની નાની બાળકીઓને ઉઠાવી જતો હતો અને તેમને હવસનો શિકાર બનાવતો. જેમા સૌપ્રથમ દુષ્કર્મના કેસમાં પોક્સો અને 302 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમા કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારાઈ હતી.

આ પણ વાંચો: Breaking News : તાતીથૈયામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના કેસમાં આવ્યો ચૂકાદો, સેસન્સ કોર્ટે આરોપી દયાચંદ ઉમરાવ પટેલને સંભળાવી ફાંસીની સજા

5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજા પહોંચાડી

ત્યારબાદ આરોપી વિજય ઠાકોરે એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. તેમા પણ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. બે બાળકીઓને પીંખી નાખનાર આરોપીને આજે પોક્સોના ગુનામાં કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ જઘન્ય ગુનામાં આરોપીને કલોલ કોર્ટ ફાંસીની સજા ફટકારી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 4:24 pm, Thu, 13 April 23