
કોરોના માહામારીને કારણે બે વર્ષ સુધી દુનિયાભરમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વેકસિનને કારણે આપણે આ માહામારી પર કાબુ મેળવી શક્યા હતા. પણ હવે ફરી કોરોનાનો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓછા કોરોના કેસ નોંધાઈ રહ્યાં હતા. પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 09 માર્ચના રોજ કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 130ને પાર ગયા છે.
આજે અમદાવાદમાં 12, અમરેલીમાં 6, રાજકોટ શહેરમાં 2, સુરત શહેરમાં 2, વડોદરામાં 2 , ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સુરત જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસ 136 કેસ થયા છે. જેમાં 134 દર્દીઓ સ્ટેબલ છે અને 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે
ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જેમાં થોડા સમય અગાઉ મોટાભાગની હોસ્પિટલોમાં વ્યવસ્થાની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.
બદલાતી ઋતુને કારણે લોકો આ બીમારીનો સામનો કરી રહ્યાં છે. લોકોને બીમારીમાંથી સાજા થતા 30 દિવસનો સમય લાગી રહ્યો છે. વધતા બીમારીના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેથી કરીને લોકો તેને અપનાવીને આ બીમારીથી બચી શકે. ચાલો 10 પોઈન્ટમાં સમજીએ કેન્દ્ર સરકારની એડવાઈઝરી.
Published On - 8:08 pm, Thu, 9 March 23