Breaking News: 20 ફ્રેબુઆરીથી શરૂ થશે રાજ્ય સરકારનું બજેટ સત્ર, નાણા પ્રધાન કનુ દેસાઈ 21 ફેબ્રુઆરીએ રજૂ કરશે નવી સરકારનું પ્રથમ બજેટ

|

Jan 21, 2023 | 12:44 PM

રાજ્ય સરકારનું બજેટ સત્ર તારીખ 20 ફ્રેબુઆરીથી શરૂ થશે. આ દરમિયાન રાજયના નાણા પ્રધાન કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. નાણા પ્રધાન તરીકે કનુ દેસાઈનું આ બીજુ બજેટ હશે. વર્ષ 2022માં તેમણે કોઈ પણ કરવેરા વિનાનું રૂપિયા 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

Breaking News: 20 ફ્રેબુઆરીથી શરૂ થશે રાજ્ય સરકારનું બજેટ સત્ર, નાણા પ્રધાન કનુ દેસાઈ 21 ફેબ્રુઆરીએ રજૂ કરશે નવી સરકારનું પ્રથમ બજેટ
file photo

Follow us on

રાજ્ય સરકારનું બજેટ સત્ર તારીખ 20 ફ્રેબુઆરીથી શરૂ થશે. આ દરમિયાન રાજયના નાણા પ્રધાન કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે.  આગામી 21 ફેબ્રુઆરીએ  ગુજરાતનું
વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. બજેટ સત્ર દરમિયાન  30 દિવસ સુધી વિધાનસભાની કામગીરી  ચાલશે.   નાણા પ્રધાન તરીકે કનુ દેસાઈનું બીજુ બજેટ હશે. વર્ષ 2022માં તેમણે કોઈ પણ કરવેરા વિનાનું રૂપિયા 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

ચૂંટણી બાદનું પ્રથમ બજેટ

આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ  વર્ષ 2022ના  ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ.  જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કનુ દેસાઈએ રજૂ કર્યું હતું રાજ્યના ઇતિહાસનું  સૌથી મોટું બજેટ

ગત વર્ષે  રાજ્યના ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ હતી. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી હતી તો  સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

Published On - 8:59 am, Sat, 21 January 23

Next Article