Breaking News: મહાઠગ કિરણ પટેલ કાંડમાં હિતેશ પંડ્યાના CMOના PRO પદથી રાજીનામા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ

|

Mar 25, 2023 | 6:05 PM

Gandhinagar: મહાઠગ કિરણ પટેલ કાંડમાં TV9 પર સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. CMOના પૂર્વ PRO હિતેશ પંડ્યા સાથે TV9ના ગુજરાતીના સંવાદદાતાએ EXCLUSIVE વાતચીત કરી જેમાં તેમણે અનેક મોટા ઘટસ્ફોટ કર્યા છે.

Breaking News: મહાઠગ કિરણ પટેલ કાંડમાં હિતેશ પંડ્યાના CMOના PRO પદથી રાજીનામા અંગે સૌથી મોટો ઘટસ્ફોટ

Follow us on

Gandhinagar: મહાઠગ કિરણ પટેલ કાંડમાં TV9 પર સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. CMOના પૂર્વ PRO હિતેશ પંડ્યા સાથે TV9ના ગુજરાતીના સંવાદદાતાએ EXCLUSIVE વાતચીત કરી જેમાં તેમણે અનેક મોટા ઘટસ્ફોટ કર્યા છે. આપને જણાવી દઈએ કે મહાઠગ કિરણ પટેલના કૌભાંડમાં આખરે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાએ રાજીનામું આપ્યું છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિતેષ પંડ્યાની હકાલપટ્ટી કરવામાં આવી છે.

CMOના એડિશનલ PRO પદેથી  સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપ્યુ – હિતેશ પંડ્યા

હિતેષ પંડ્યાના પુત્ર અમિતનું નામ કૌભાંડી કિરણ પટેલના કેસમાં સંડોવાતા સરકારની છબી ખરડાઈ હતી, જેના કારણે હિતેષ પંડ્યાને પાણીચું આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જો કે હિતેષ પંડ્યાએ પોતે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે સીએમ અને પીએમ ઓફિસમાં ઈમાનદારીથી સેવા કરી હતી. પરંતુ તેમના અને તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એટલે તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યુ કે સમગ્ર કેસમાં જે રીતે મને ટાર્ગેટ કરી અવનવી પાયા વિનાની વાતો થવા લાગી એટલે મને થયુ કે મારે કારણે મારા સર્જક બદનામ ન થવા જોઈએ.  નરેન્દ્ર મોદી અને સીએમ સાથે નામ જોડી તેમને બદનામ ન થવા દેવા તેમણે સ્વેચ્છાએ રાજીનામુ આપ્યુ હોવાનું Tv9 સમક્ષ જણાવ્યુ છે.

સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હિતેષ પંડ્યાએ તેમને સત્તાવાર રીતે અપાયેલો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હિતેષ પંડ્યા હવે સરકારી બંગલામાં રહેતા નથી. તેઓ તેમના પરિવાર સાથે શેલામાં રહે છે. હિતેષ પંડ્યા વર્ષ 2001થી CMOમાં ફરજ બજાવી રહ્યા હતા અને હવે 22 વર્ષની સેવા બાદ તેમને પદ પરથી હટાવી દેવાયા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ગાંધીનગરના બંગલામાં 2002થી નોકરીએ લાગ્યો ત્યારથી રહું છુ, બંગલો પચાવવાનો કોઈ સવાલ નથી- હિતેશ પંડ્યા

ગેરકાયદે રીતે બે ઘર બાબતે હિતેશ પંડ્યાએ જણાવ્યુ કે ગાંધીનગરમાં તેમની પાસે સરકારી ઘર છે અને બોપલમાં જે ઘર છે તે તેમના સન અમિત પંડ્યાના નામ પર છે.
NGO ફર્મ કરી બંગલો લીધો હતો એ આક્ષેપ પર હિતેશ પંડ્યાએ જણાવ્યુ કે સેક્ટર 19ના બંગલામાં હું 22 વર્ષથી જ્યારથી નોકરીમાં આવ્યો ત્યારથી રહુ છુ. 2002થી તેઓ આ બંગલામાં રહેતા હોવાનુ તેમણે જણાવ્યુ.

2004માં આઈટી ફર્મમાં જોબ દરમિયાન અમિત પંડ્યા કિરણ પટેલના સંપર્કમાં આવ્યો-હિતેશ પંડ્યા

કિરણ પટેલના સાથેના સંબંધો અંગે તેમણે જણાવ્યુ કે જ્યુડિશ્યલ મેટર હોવાથી આ બાબતે તેઓ હાલ કંઈ જણાવી નહીં શકે. કારણ કે તેઓ કંઈ બોલે તો પ્રેજ્યુડિશ્યલ ગણાઈ જાય. જો કે તેમના સન સાથેના સંબંધો અંગે તેમણે જણાવ્યુ કે 2004માં તેમનો સન અમિત પંડ્યા અને કિરણ પટેલ સાથે જોબ કરતા હતા ત્યારથી તેઓ કિરણ પટેલને ઓળખતા હતા. અમિત પંડ્યા આઈટી ફર્મમાં જોબ કરતા હતા તે દરમિયાન તેમનો કિરણ પટેલ સાથે પરિચય થયો હોવાનુ હિતેશ પંડ્યાએ જણાવ્યુ હતુ.

કિરણ પટેલ કાંડમાં અમિત પંડ્યા નિર્દોષ હોવાનો પિતા હિતેશ પંડ્યાનો દાવો

હિતેશ પંડ્યાની રાજકીય વગનો અમિત પંડ્યાના માધ્યમથી કિરણ પટેલે ફાયદો ઉઠાવ્યો, તેના કારણે આખુ સ્કેન્ડલ થયુ હોવાની આરોપ પર હિતેશ પંડ્યાએ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યુ ન્યાયાલય સમક્ષ સાચુ-ખોટુ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ જણાવ્યુ. વધુમાં હિતેશ પંડ્યાએ જણાવ્યુ કે ના તો મેં કંઈ ખોટુ કર્યુ છે ના તો મારા દીકરાએ કંઈ ખોટુ કર્યુ છે એટલુ હું ચોક્કસ કહીશ.

અમિત પંડ્યા અને કિરણ પટેલ ક્યારેય બિઝનેસ પાર્ટનર ન હતા- હિતેશ પંડ્યા

અમિત પંડ્યા અને કિરણ પટેલ બિઝનેસ પાર્ટનર હોવાની વાત પણ તેમણે નકારી. તેમણે જણાવ્યુ કે કિરણ અને અમિત પંડ્યા ક્યારેય બિઝનેસ પાર્ટનર હતા નહીં, માત્ર તેમના બિઝનેસને એક્સપ્લોર કરવા તેમને મળ્યા હશે. તેમણે કહ્યુ મે ક્યારેય અમિતના બિઝનેસમાં માથુ માર્યુ નથી. તમને ક્યારેય એવુ લાગ્યુ કે અમિત પંડ્યા દ્વારા એવી કોઈ પ્રવૃતિ થઈ રહી છે જે યોગ્ય ન હોય ? આ સવાલ પર હિતેશ પંડ્યાએ જણાવ્યુ કે ના તેમને ક્યારેય એવી કોઈ શંકા નથી કે તે એવી કોઈ એક્ટિવિટી કરતો હતો. તે હંમેશા સાચુ અને જે કંઈ પ્રોફેશનલી થતુ તે જ કરતો હતો.

અમિત પંડયા હાલ કાશ્મીરમાં છે અને તેમની ધરપકડ નથી કરાઈ- હિતેશ પંડ્યા

અત્યારે અમિત પંડ્યા ક્યાં છે તેવા સવાલના જવાબમાં હિતેશ પંડ્યાએ જણાવ્યુ કે તે હાલ કાશ્મીર છે. અમિત પંડ્યાની ધરપકડ અંગે જણાવ્યુ કે બધા પોતપોતાની રીતે પોતાના વર્ઝન ચલાવે છે. મને જ્યાં સુધી ખબર છે ત્યા સુધી તેમની ધરપકડ નથી થઈ. આ અંગે ઓફિશ્યલી કાશ્મીરના છાપાઓમાં પોલીસે પણ જણાવ્યુ હોવાનુ તેમણે કહ્યુ હતુ.
કાયદાકીય લડાઈ માટે તેમણે જણાવ્યુ કે મારે કોઈ કાયદાકીય લડાઈ લડવાની જ નથી કારણ કે તેમનો પુત્ર તેમા ક્યાંય છે જ નહીં. મારો પુત્ર નિર્દોષ છે એ મને વિશ્વાસ છે. વકીલ રાખવા અંગે તેમણે જણાવ્યુ કે વકીલ રાખવાની ત્યારે જરૂર પડે જ્યારે તમારો વ્યક્તિ ક્યાંય સંડોવાયેલુ હોય. પરંતુ અમારે તેની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો: Breaking News: CMO માંથી હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામું, કિરણ પટેલના કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ ચર્ચામાં

Published On - 3:14 pm, Sat, 25 March 23

Next Article