Breaking News: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસે કર્યા દેખાવ, વેલમાં ધસી આવી વિરોધ કરનારા ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

|

Mar 27, 2023 | 2:42 PM

Gandhinagar: વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ અદાણી મામલે કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ કરતા વેલમાં ઘુસી આવ્યા હતા. વેલમાં ધસી આવી વિરોધ કરતા તમામ કોંગ્રસના ધારાસભ્યોને આજની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Breaking News: વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસે કર્યા દેખાવ, વેલમાં ધસી આવી વિરોધ કરનારા ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

Follow us on

વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ અદાણી મામલે કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ કરતા વેલમાં ઘુસી આવ્યા હતા. વેલમાં ધસી આવી વિરોધ કરતા તમામ કોંગ્રસના ધારાસભ્યોને  આજની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી વેલમાંથી દૂર હટાવવામાં આવ્યા હતા. અદાણી મુદ્દે જેપીસીની માગ સાથે ધારાસભ્યો દેખાવો દેખાવ કરી રહ્યા હતા. આ તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા બાદ ગૃહમાંથી ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી વિરોધ દર્શાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થયા બાદ રાજકીય સંઘર્ષ ચાલુ છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરવાનું ચાલુ રાખ્યુ છે. આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કર્યુ. તેમણે રાહુલ ગાંધી વિરૂદ્ધની કાર્યવાહીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. માનહાનિના દાવાને લઈ થયેલી કાર્યવાહીની ધારાસભ્યોએ નીંદા કરી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે આ રાહુલ ગાંધીનો અવાજ નહીં પરંતુ લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ છે.

કોંગ્રેસ ગુજરાતની પ્રજાને ગેરમાર્દે દોરી રહી છે, ગૃહમાં કોંગ્રેસનો વિરોધ અગાઉથી નક્કી કરેલો- ઋષિકેશ પટેલ

આ તરફ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના દેખાવો અંગે નિવેદન આપ્યુ કે કોંગ્રેસના સભ્યોને એક દિવસ પુરતા નહીં સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે ગૃહમાં પ્રશ્નોતરી કાળ ઘણો મહત્વનો છે. જેમા અધવચ્ચે કોઈપણ મુદ્દો ઉપસ્થિત ન થઈ શકે. તો રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસના દેખાવ મુદ્દે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે અગાઉથી જ નક્કી કરી કાળા કપડા અને પોસ્ટર લઈ વિરોધ કર્યો. ગુજરાતની જનતાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે તેવો આક્ષેપ પણ કર્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બધા સભ્યો એકસાથે કાળા કપડા પહેરી ગૃહમાં ન આવી શકે-બલવંતસિંહ રાજપુત

જ્યારે બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ કે વિધાનસભાગૃહમાં બધા સભ્યો એકસાથે કાળા કપડા પહેરી ન આવી શકે. કોંગ્રેસના વિરોધને તેમણે પૂર્વ આયોડિત કાવતરુ ગણાવ્યુ. તેમણે કહ્યુ કોંગ્રેસના ધારાસભ્યો પૂર્વ આયોજિત કાવતરા સાથે આવ્યા હતા.

આ પણ વાંચો: Breaking News : ગુજરાત વિધાનસભાની કામગીરી હવે સોશિયલ મીડિયા પર જોઇ શકાશે, ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરાઇ વેબસાઇટ

 

 

Published On - 12:11 pm, Mon, 27 March 23

Next Article