Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો, 9 લાખ 38 હજાર કર્મચારીઓને થશે લાભ

|

May 24, 2023 | 11:20 AM

Gandhinagar: રાજ્યસરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (D.A.)માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી 9 લાખ 38 હજાર કર્મચારીઓ અને પેન્શરન્સને આ લાભ મળવા પાત્ર થશે

Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો, 9 લાખ 38 હજાર કર્મચારીઓને થશે લાભ

Follow us on

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા માં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જૂલાઈ 2022થી અમલી ગણાશે. જેનાથી રાજ્યના 9 લાખ 38 હજાર કર્મચારીઓ અને પેન્શરન્સને લાભ થશે.

મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો સાતમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓને મળશે

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01 જૂલાઈ -2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

9.38 લાખ કર્મચારીઓ અને પેન્શર્નને મળશે લાભ

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-01-07-2022 તથા તા.01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

એરિયર્સ જૂન, ઓગષ્ટ અને ઓક્ટોબરના પગાર સાથે ચુકવાશે

તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:04 pm, Tue, 23 May 23

Next Article