Gujarat ભાજપમાં સીએમના નામ માટે બેઠકોનો દોર શરૂ, રવિવારે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક

|

Sep 11, 2021 | 11:24 PM

ગુજરાતના રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે.આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ હાજર રહેશે.

ગુજરાત(Gujarat)ના સીએમ વિજય રૂપાણીના(Vijay Rupani) રાજીનામા બાદ હવે પ્રદેશ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ(Kamalam) ખાતે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે.આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ હાજર રહેશે.

તેમજ વિધાયક દળની બેઠક ક્યારે બોલાવવી તે અંગે અંતિમ નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે અને વિધાયક દળની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત કરવામાં આવશે તેમ પ્રદેશ પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે.

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના અચાનક રાજીનામાથી હવે એ સવાલ સર્જાયો છે કે ગુજરાતના નવા નાથ કોણ. સીએમની રેસમાં હાલ ભાજપના મોટા નામોની ચર્ચા ચાલી છે.જેમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાનું નામ રેસમાં છે.તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે

તેમજ સાથે જ પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.આમ હાલ નવા નાથ કોણ આ સવાલને લઇને ભારે સસ્પેન્સ સર્જાયું છે..અને રાજકીય પક્ષો સહિત ગુજરાતના સાડા છ કરોડ જનતાની નજર નવા નાથના નામની જાહેરાત પર મંડાઇ છે.

વિજય રૂપાણીના રાજીનામાની વાત કરીએ તો સીએમ વિજય રૂપાણી અચાનક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યાઅને રાજીનામાની જાહેરાત કરી.રૂપાણીએ કહ્યું મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે.પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રૂપાણીના રાજીનામાની જાહેરાતથી રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે.

આ પણ વાંચો : Gujarat માં સીએમ પદના નામની ચર્ચા અંગે સી.આર.પાટીલનું મોટું નિવેદન

આ  પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધી ભાજપના પાંચ મુખ્યમંત્રી બદલાયા, આવા રહ્યાં છે રાજકીય પ્રવાહો

 

Next Video