સહકારથી સરકાર અભિયાન : ભાજપના સહકાર સેલે સહકારી આગેવાનોની બોલાવી બેઠક

|

Nov 21, 2021 | 12:00 PM

આગામી દિવસોમાં રાજ્યના ચારેય ઝોનમાં થનારા સહકારી સંમેલનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ દેશના પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી પૂર્ણ સંભાવના છે.

GANDHINAGAR : ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર આજે બપોરે ભાજપના સહકાર સેલની બેઠક યોજાશે.સહકારી સંસ્થાઓના ચેરમેન-વાઈસ ચેરમેનની બેઠક યોજાશે.આગામી દિવસોમાં ચારેય ઝોનમાં સહકાર સંમેલન યોજવા અંગે બેઠકમાં ચર્ચા થશે.સહકારથી સરકાર અભિયાન સફળ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.બેઠકમાં સહકાર સેલના સંયોજક બિપિન પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજ્યના ચારેય ઝોનમાં થનારા સહકારી સંમેલનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ દેશના પ્રથમ સહકારિતા પ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી પૂર્ણ સંભાવના છે.

ગત 25 સપ્ટેમ્બરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતની પ્રથમ સહકારી પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય પર આધારિત સહકાર મંત્રાલયના કાર્યમાં સહકારી સાથે જોડાયેલા લોકોને સંબોધિત કર્યા હતા.

પરિષદને સંબોધતા અમિત શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ કોઈ પરિપત્ર જોતા નથી. તેઓ કોઈપણ પ્રકારની આપત્તિ સમયે મદદ કરવા તૈયાર હોય છે. આ લોકો આગળ આવે છે, પછી તે પૂર હોય, ચક્રવાત હોય અથવા કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય. તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આજે આ અવસર પર હું એ તમામ લોકોને યાદ કરું છું જેમણે સરકારના આંદોલનને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો : Bharuch: કાંકરિયા ધર્માંતરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, મુસ્લિમોની જકાતના નાણાંનો થતો હતો ઉપયોગ

આ પણ વાંચો : Gandhinagar: કોરોના મૃતકના પરિજનોને સહાય માટેનું ફોર્મ જાહેર, અરજીના 30 દિવસમાં સહાય ચૂકવવા આદેશ

Next Video