Gujarat : રાજ્ય શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવે ધોરણ 9 થી 12 પરીક્ષાના પેપર શાળામાં જ તૈયાર કરવામાં આવશે

|

Sep 16, 2022 | 11:56 AM

ધોરણ 9થી 12ની પ્રથમ, દ્રિતિય અને વાર્ષિક કસોટીને લઇ શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે.જેમાં ઉલ્લેખ કરાયો છે કે હવે તમામ પરીક્ષાના પેપર જે- તે શાળાકક્ષાએ જ તૈયાર કરવાના રહેશે.

Gujarat : રાજ્ય શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવે ધોરણ 9 થી 12 પરીક્ષાના પેપર શાળામાં જ તૈયાર કરવામાં આવશે
File Photo

Follow us on

આગામી દિવસોમાં ધોરણ 9થી 12ની પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે (Gujarat Education Board) એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 9થી 12ની તમામ પરીક્ષાના (Examination) પેપર સ્કૂલમાં જ તૈયાર કરવામાં આવશે. ધોરણ 9થી 12ની પ્રથમ, દ્રિતિય અને વાર્ષિક કસોટીને લઇ શિક્ષણ બોર્ડે પરિપત્ર કર્યો છે.જેમાં ઉલ્લેખ કરાયો છે કે હવે તમામ પરીક્ષાના પેપર જે- તે શાળાકક્ષાએ જ તૈયાર કરવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વિરોધ બાદ શિક્ષણ બોર્ડ પરિપત્ર રદ્દ કર્યો

મહત્વનું છે કે અગાઉ બોર્ડે (Education Board) એક પરિપત્ર જાહેર કર્યો હતો.જેમાં રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના પેપર બોર્ડ તૈયાર કરશે અને પરીક્ષા પણ એક સાથે લેવાશે તેવો આદેશ કર્યો હતો, બાદમાં 19 જુલાઈએ ફરીવાર પરિપત્ર કરીને એકમ કસોટીના પ્રશ્નપત્રો (question paper) બોર્ડ તૈયાર કરીને મોકલશે તેવો નિર્ણય કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો હતો.પરંતુ શાળા સંચાલકોએ વિરોધ કરતા બોર્ડે પરિપત્ર રદ કરવો પડ્યો હતો.જો કે વિરોધ બાદ પરિપત્ર રદ્દ કરાયો હતો.અને હવે શિક્ષણ બોર્ડના નવા પરિપત્ર મુજબ ધોરણ 9થી 12ની તમામ પરીક્ષાના પેપર સ્કૂલોએ જ તૈયાર કરવાના રહેશે.

Published On - 10:01 am, Fri, 16 September 22

Next Article