Gujarat માં શહેરી વિકાસને વેગ આપવા મોટો નિર્ણય, એક જ દિવસમાં પાંચ ટીપી સ્કીમને મંજૂરી અપાઈ

|

Mar 19, 2022 | 6:07 PM

ગુજરાતના મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ વધુ એકવાર સાકાર કર્યો છે. જેમાં આ સ્કીમના પરિણામે કુલ 24. 31 હેક્ટર્સ જમીન સામાજીક-આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે પ્રાપ્ત થશે.

Gujarat માં શહેરી વિકાસને વેગ આપવા મોટો નિર્ણય, એક જ દિવસમાં પાંચ ટીપી સ્કીમને મંજૂરી અપાઈ
Gujarat Cm Bhupendra Patel (File Image)

Follow us on

ગુજરાતના (Gujarat)  ચાર મહાનગરોના સુઆયોજિત વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  વધુ એક કદમ ઉઠાવ્યું છે. જેમાં 1 પ્રિલીમનરી અને 4 ડ્રાફટ સ્કીમ મળી અમદાવાદ-ગાંધીનગર-ભાવનગર-જામનગરમાં કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને ( Tow n Planning Scheme) એક જ દિવસમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં આ સ્કીમના પરિણામે કુલ 24. 31 હેક્ટર્સ જમીન સામાજીક-આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે પ્રાપ્ત થશે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી સ્કીમ-1 બોડકદેવ પ્રિલીમનરી સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત 4 ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-307 સાંતેજ-રકનપૂર, ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ નં. 28 સરગાસણ-પોર-કુડાસણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.21 રૂવા-વડવા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.11 જામનગરનો સમાવેશ થાય છે

રમત-ગમતના મેદાન અને જાહેર સુવિધા માટે જે જમીન પ્રાપ્ત થશે

આવી જે જમીન સંપ્રાપ્ત થશે તેમાં ઔડાની ડ્રાફટ ટી.પી સ્કીમ 307 સાંતેજ-રકનપૂરમાં અંદાજે 5.56 હેક્ટર્સ, ગાંધીનગર શહેરી વિકાસ ડ્રાફટ ટી.પી 28 સરગાસણ-પોર-કુડાસણમાં 1.86 હેક્ટર્સ, ભાવનગર મહાનગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ-21 માં 7.65 હેક્ટર્સ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ-11 માં 9.24 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ખૂલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને જાહેર સુવિધા માટે જે જમીન પ્રાપ્ત થશે તેમાં ઔડાની મૂસદારૂપ ટી.પી સ્કીમ-307 માં અનુક્રમે 6.13 અને 4. 88 હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 9.07 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થઇ શકશે

માળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે આશરે 21.45 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ

ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ-28 માં આ હેતુસર 3.24 હેક્ટર્સ અને 5.01 હેક્ટર્સ તથા  આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે આશરે 21.45 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. ભાવનગર મહાનગરની મૂસદારૂપ ટી.પી સ્કીમ-21 માં ખુલ્લી જગ્યા, બાગ બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 10.17 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 8.44 હેક્ટર્સ તથા આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 20.83 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 47.27 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ

એટલું જ નહિ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મૂસદારૂપ ટી.પી સ્કીમ-11 માં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 1. 57 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 5.56 હેક્ટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 16.15 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 36.33 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ વધુ એકવાર સાકાર કર્યો છે

આ પણ વાંચો : કચ્છ : ભુજની પાણી સમસ્યા હળવી થશે, 1.75 કરોડના ખર્ચે નવા ટાંકા અને પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ

આ પણ વાંચો : Rajkot : નિયત સમયમર્યાદામાં કામ નહિ કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરાશે,સંકલન સમિતિમાં કલેક્ટરનો સપાટો

 

 

Next Article