ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો દાવો

|

Mar 29, 2023 | 5:04 PM

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસનના 100 દિવસ પૂર્ણ થયા છે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો દાવો
Gujarat CM Bhupendra Patel Government

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ કર્યું છે. તેમણે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે સૌથી નાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.આજે 100 દિવસ પૂર્ણ થયાની રાજ્ય સરકાર ઉજવણી કરી રહી છે.રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસનો દાવો કરી રહી છે.ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો સરકાર દાવો કરી રહી છે.

ગુજરાત  સરકારના 100 દિવસના શાસનના દાવા

  1. વ્યાજખોરોના આંતક સામે મહાઅભિયાન
  2. ડ્રગ્સ માફિયાઓ પર ઝીરો ટોલરન્સની નીતિ
  3. ગેરકાયદે બાંધકામો પર ફેરવ્યું બુલડોઝર
  4. ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ
  5. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  6. બજેટમાં સૌથી વધુ શિક્ષણ પર ભાર
  7. ચૂંટણીમાં ઐતિહાસિક જીત, સૌથી નાનું મંત્રીમંડળ
  8. પેપર લીક રોકવા ઘડ્યો ઐતિહાસિક કાયદો
  9. બેરોજગારો માટે નવી ભરતીઓનું વચન
  10. 5 વર્ષમાં 1 લાખ, 1 વર્ષમાં 24 હજાર ભરતીઓ
  11. વર્ષ 2023માં કુલ 25 હજાર ભરતીનો વાયદો
  12. G-20 બેઠકોનું ગુજરાતમાં કર્યું નેતૃત્વ
  13. રાજ્યભરની જેલમાં સૌથી મોટી કાર્યવાહી
  14. રાજ્યની 17 જેલમાં એક સાથે રેડ
  15. ખેડૂતોના હિતમાં જમીનોનો રિ-સરવેનો નિર્ણય
  16. દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ સંકુલનો વાયદો

ગુજરાતની સરકારની પ્રજાલક્ષી યોજના

  1. યુટ્યૂબ ચેનલનું લોકાર્પણ, ગૃહની કાર્યવાહી જોઈ શકાશે
  2. સગર્ભા અને પ્રસૂતા માતા માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’
  3. વલસાડના લોકોની પાણીની સુવિધા માટે એસ્ટોલ પ્રોજેક્ટ
  4. કાયદાના રક્ષણ માટે e-FIR દ્વારા પોલીસ ફરિયાદની સુવિધા
  5. પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સરકારની પ્રોત્સાહક યોજના
  6. માલધારી અને પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના
  7. રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ અદ્યતન બનાવવી
  8. સરહદી સુરક્ષાઓ વધુ સઘન બનાવવા નિર્ણય
  9. રાજ્યની આંતરીક સુરક્ષાઓ સુદ્રઢ કરવી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થશે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article