Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં ખાતાની થઈ ફાળવણી, નવનિયુક્ત મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ

|

Dec 12, 2022 | 9:04 PM

Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE Chief minister oath Updates : ભુપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે.

Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં ખાતાની થઈ ફાળવણી, નવનિયુક્ત મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ
Gujarat CM Oath Ceremony Live

Follow us on

Gujarat CM Oath Ceremony Live : આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે. શપથ લેનારા મંત્રીઓને ગઈકાલે ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.   તો સાંજના સમયે મંત્રી મંડળને વિવિધ ખાતાની જવાબદારી પણ સોંપી  દેવામાં આવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Dec 2022 09:03 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : રાજ્ય કક્ષાના પ્રધાનોને પણ થઈ ખાતાની ફાળવણી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  6 રાજ્ય કક્ષાના પ્રધાનોને પણ ખાતા ફાળવાયા છે જેમાં પરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, બચુ ખાબડને પંચાયત અને કૃષિ, મુકેશ પટેલને વન અને પર્યાવરણ, પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો, ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર ખાતાની ફાળવણી કરવામાં આવી છે

  • 12 Dec 2022 08:54 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.જેમાં હર્ષ સંઘવીને ગૃહની સાથે રમત-ગમત અને યુવા, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા સહિતના ખાતાઓ સોંપાયા છે.તો જગદીશ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન ખાતુ સોંપવામાં આવ્યું છે.


  • 12 Dec 2022 08:31 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : 8 કેબિનેટ પ્રધાનો સંભાળશે આ જવાબદારી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : 8 કેબિનેટ પ્રધાનોની વાત કરીએ તો ઋષિકેશ પટેલને આરોગ્ય અને કાયદો, રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, કનુ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા, મૂળુ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ, કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ અને ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ ખાતુ ફાળવવામાં આવ્યું છે

  • 12 Dec 2022 08:24 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : 8 કેબિનેટ મંત્રી 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર,6 રાજ્યકક્ષાના મંત્રીઓના ખાતાની ફાળવણી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન થઈ તેમાં 8 કેબિનેટ મંત્રી 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર,6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. તો વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડાની પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના 10૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 12 Dec 2022 07:20 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : આ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ જે સંભાળશે મહત્વની જવાબદારીઓ

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIV: આ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ

    1. હર્ષ સંઘવી –  રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
    2. જગદીશ વિશ્વકર્મા (પંચાલ) – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
    3. પરષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન
    4. બચુ ખાબડ – પંચાયત, કૃષિ
    5. મૂકેશભાઇ જે. પટેલ- વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
    6.  પ્રફુલ્લભાઇ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
    7. ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
    8.  કુંવરજીભાઇ હળપતી- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

  • 12 Dec 2022 07:18 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : આ છે નવા મંત્રીઓ જે સંભાળશે જવાબદારી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE

    • ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
    • ડો. કુબેર ડીંડોર- આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
    • ભાનુ બાબરીયા-સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
    • મૂળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય
    • ભીખુ પરમાર- અન્ન અને નાગરીક પુરવઠા
    • કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
    • રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
    • બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
    • કુંવરજી બાવળીયા- જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
  • 12 Dec 2022 07:03 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : કનુ દેસાઇ સંભાળશે નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના ખાતાની  જવાબદારી 

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  કનુ દેસાઇ સંભાળશે નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના ખાતાની  જવાબદારી

    કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

    રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

    બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર

    કુંવરજી બાવળીયા- જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

     

     

  • 12 Dec 2022 06:56 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : નવા મંત્રીમંડળને કરવામાં આવી ખાતાની ફાળવણી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.

     

    જાણો કોના ફાળે આવ્યું, કયું ખાતું?

    નવા મંત્રીમંડળમાં CM સિવાય 16 સભ્યનો સમાવેશ

    ઋષિકેશ પટેલ -આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રાલય

    ડો. કુબેર ડીંડોર- પ્રાથમિક શિક્ષણ અને આદિજાતિ મંત્રાલય

    પરસોત્તમ સોલંકી- મત્સ્ય અને પશુપાલન વિભાગ

    ભાનુ બાબરીયા- સામાજિક ન્યાય અને સહકારિતા મંત્રી

    મૂળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય

    ભીખુ પરમાર- અન્ન અને નાગરીક પુરવઠા

    મૂકેશ પટેલ (રાજ્ય કક્ષા) – પાણી પુરવઠા અને વન પર્યાવરણ

  • 12 Dec 2022 06:40 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : આ પ્રચંડ વિજય જનતા જનાર્દન અને ભરોસાનો તથા વિશ્વાસનો વિજય

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે  વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે.  તેમણે કહ્યું હતું કે લોકોએ વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદી અને ભાજપા પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહિ, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.  હવે થોડી જ વારમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક મળશે.

     

  • 12 Dec 2022 06:33 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા ફાઉન્ડેશનના દીપકભાઈના મેળવ્યા આશીર્વાદ

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા તથા દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના ચરણોમાં  પ્રાર્થના કરી છે.

     

  • 12 Dec 2022 06:05 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : ગાંધીનગર ખાતે મળી નવનિયુક્ત સરકારની પ્રથમ કેબિનેટ

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે  નવ વિયુક્ત સરકારની  હાલ પ્રથમ કેબિનેટ મળી છે જેમાં થોડી જ વારમાં નવા મંત્રીમંડળને તેના ખાતાની  ફાળવણી કરવામાં આવશે.

  • 12 Dec 2022 06:03 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી છે જેમાં પ્રધાનોને ખાતાની ફાળવણી  કરવામાં આવશે.

  • 12 Dec 2022 05:53 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : થોડીવારમાં મળશે કેબિનેટની બેઠક મળશે જેમાં પ્રધાનોને ફાળવણી

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :  ગાંધીનગર ખાતે થોડી વારમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ  બેઠકમાં પ્રધાનોને ખાતાઓની ફાળવણી થશે. કેબિનેટની બેઠક અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા  હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.

  • 12 Dec 2022 05:49 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : 8 કેબિનેટ મંત્રી તેમજ 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ લીધા શપથ

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE : સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન થઈ તેમાં 8 કેબિનેટ મંત્રી 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર,6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. તો વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડાની પણ ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના 10૦ થી વધુ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 12 Dec 2022 05:45 PM (IST)

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :

    Bhupendra Patel 2022 Gujarat CM Swearing in LIVE :    ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના શપથ ગ્રહણમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા.  ત્યારે કેન્દ્રીય  પ્રધાન મનસુખ માંડવિયાએ પણ આ પ્રસંગે હાજર રહીને નવી સરકારને અભિનંદન પાઠવ્યા છે.

  • 12 Dec 2022 05:27 PM (IST)

    અમદાવાદમાંથી એકમાત્ર જગદીશ પંચાલને મંત્રીમંડળમાં સ્થાન

    ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં, અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો જગદીશ પંચાલ પૂર્વ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજીવાર જીત્યાં છે. જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં પણ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ પ્રધાન તરીકે હતા. તો ભૂપેન્દ્ર પટેલની બીજીવારની સરકારમાં પણ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) ને સ્થાન આપવામાં આવ્યું છે.

  • 12 Dec 2022 04:37 PM (IST)

    સાંજે 5 વાગ્યાની કેબિનેટની બેઠકમાં થશે ખાતાઓની ફાળવણી

    ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણની જવાબદારી મળી શકે છે. કનુ દેસાઈને નાણા અને ઊર્જા-પેટ્રોલિયમ વિભાગ મળી શકે છે. તો હર્ષ સંઘવીને ગૃહ તેમજ રમત-ગમત વિભાગ સોંપાઈ શકે છે.
    રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ મળી શકે છે. જગદીશ પંચાલને સહકાર પ્રધાન બનાવાઈ શકે છે. કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા વિભાગ મળી શકે છે. પરસોત્તમ સોલંકીને મત્સ્ય વિભાગની જવાબદારી ફરી સોંપાઈ શકે છે. ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય અધિકારિતા સાથે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મળી શકે છે. કુબેર ડિંડોરને આદિજાતિ વિભાગ સોંપાઈ શકે છે. મુકેશ પટેલને વન અને પર્યાવરણ ખાતુ મળી શકે છે.

  • 12 Dec 2022 03:57 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 8 કેબિનેટ પ્રધાનો

    ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 8 કેબિનેટ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા. કેબિનેટ કક્ષાના પ્રધાનો તરીકે કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા. જે પૈકી બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા અને ભાનુ બાબરિયા નવો ચહેરો છે. જ્યારે કે કનુ દસાઇ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા ગત ટર્મમાં પ્રધાન રહી ચૂક્યા છે.

  • 12 Dec 2022 03:22 PM (IST)

    દરેક ઝોન પ્રમાણે અલગ અલગ ચહેરાને મળ્યુ મંત્રીમંડળમાં સ્થાન

    દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે.મધ્ય અને ઉત્તર ગુજરાતના ત્રણ ત્રણ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રુપાણી સરકારના ત્રણ જુના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યુ છે.

  • 12 Dec 2022 03:18 PM (IST)

    PM મોદીએ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કરીને  મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નવા મંત્રીમંડળને PM મોદીએ શુભેચ્છા પાઠવી છે. સાથે જ રાજ્યની પ્રગતિ માટે કામ કરનારી ટીમને શુભકામના એવી પોસ્ટ મુકી છે.

  • 12 Dec 2022 03:12 PM (IST)

    નવા પ્રધાન મંડળમાં નવા જુનાનો તાલમેલ

    ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.

  • 12 Dec 2022 03:08 PM (IST)

    PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ જવા રવાના

    શપથવિધીનો સમારોહ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થઇ ગયા છે.

  • 12 Dec 2022 02:51 PM (IST)

    ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા, કુંવરજી હળપતિએ લીધા શપથ

    ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા, કુંવરજી હળપતિએ શપથ લીધા છે. દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે. ટીમ ભુપેન્દ્રમાં કુલ 16 પ્રધાનોએ શપથ લીધા છે.

  • 12 Dec 2022 02:24 PM (IST)

    પરષોત્તમ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશ પટેલે લીધા શપથ

    પરષોત્તમ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશ પટેલે લીધા શપથ લીધા છે. તમામ મંત્રીઓએ લોકોના હિતમાં કામ કરવાના શપથ લીધા છે. એક પછી સભ્યો મંત્રીપદના શપથ લઇ રહ્યા છે.

  • 12 Dec 2022 02:18 PM (IST)

    હર્ષ સંઘવી, જગદીશ પંચાલે સ્વતંત્ર હવાલો ધરાવનારા મંત્રી તરીકે શપથ લીધા

    હર્ષ સંઘવી, જગદીશ પંચાલે સ્વતંત્ર હવાલો ધરાવનારા મંત્રી તરીકે શપથ લીધા છે. આ બંને ધારાસભ્યોએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા તરીકેના શપથ લીધા છે.

  • 12 Dec 2022 02:14 PM (IST)

    મુળુ બેરા, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, કુબેર ડિંડોરે લીધા શપથ

    મુળુ બેરા, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા,કુબેર ડિંડોર મંત્રીમંડળમાં શપથ લીધા છે. ભાનુબેન બાબરિયા અને મુળુ બેરાને વર્તમાન સરકારમાં નવા ચહેરા તરીકે કેબિનેટમાં સ્થાન મળ્યુ છે.

  • 12 Dec 2022 02:11 PM (IST)

    કેબિનેટ કક્ષાના પ્રધાનોએ લીધા શપથ

    ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ કક્ષાના પ્રધાનોએ શપથ લીધા છે.  કનુ દેસાઇ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, બળવંત રાજપૂતે શપથ લીધા છે. કેબિનેટમાં આ વખતે નવો ચહેરો સામેલ થયો છે. બળવંતસિંહ રાજપૂત પ્રથમ વાર કેબિનેટમા સામેલ થયા છે.

  • 12 Dec 2022 02:05 PM (IST)

    CM તરીકે ભુપેન્દ્ર પટેલે લીધા શપથ

    ભુપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને અભિનંદન પાઠવ્યા.

  • 12 Dec 2022 02:03 PM (IST)

    થોડી વારમાં જ ભાજપના ધારાસભ્યો લેશે શપથ, ભાજપના નેતાઓમાં ઉત્સાહનો માહોલ

    થોડી વારમાં જ સીએમ તરીકેના ભુપેન્દ્ર પટેલ શપથ લેશે.

  • 12 Dec 2022 01:48 PM (IST)

    શપથવિધિ માટે કુલ 3 અલગ અલગ મોટા મંચ

    ગાંધીનગરમાં હેલિપેડ મેદાનમાં મહાશપથની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. શપથવિધિ માટે કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયેલા છે. શપથવિધિ, સાધુ સંતો, રાષ્ટ્રીય નેતા માટે ઉભા કરાયા 3 વિશેષ ડોમ તૈયાર કરાયેલા છે. સાંસદો અને ધારાસભ્યો માટે પણ અલગ બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. સમગ્ર ગ્રાઉન્ડ પર LED અને અન્ય સુવિધા ઊભી કરાઇ છે.

  • 12 Dec 2022 01:14 PM (IST)

    Gujarat Mantri Mandal : ગુજરાતી કલા જગત સાથે સંકળાયેલા ખ્યાતનામ કલાકારો પહોંચ્યા

    ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગર હેલિપેડ મેદાનમાં મહાશપથનું આયોજન કરાયું છે. શપથવિધિને ભવ્ય બનાવવા માટે ભાજપ સાંસ્કૃતિક સેલ તરફથી એક વિશેષ આયોજન કરાયું છે. ભાજપ સાંસ્કૃતિક સેલ તરફથી કરાયેલા ભવ્ય આયોજનમાં ગુજરાતી કલા જગત સાથે સંકળાયેલા ખ્યાતનામ કલાકારો પહોંચ્યા છે.

  • 12 Dec 2022 01:10 PM (IST)

    Gujarat CM Oath Ceremony Live : મારો કોઈ દબદબો નથી, ભાજપનો દબદબો છે – નિતીન પટેલ

    શપથ વિધીમાં ભાગ લેવા નિતીન પટેલ પણ પહોંચ્યા છે. નવા ધારાસભ્યો અંગે તેમણે કહ્યું કે, પક્ષ દ્વારા તેઓને માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ તાલીમ કાર્યક્રમ પણ યોજવામાં આવી શકે છે. સૌથી નાના મંત્રીમંડળ વિશે તેઓએ કહ્યું કે, બધુ બંધારણ પ્રમાણે અનુસરીને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

  • 12 Dec 2022 01:03 PM (IST)

    Gujarat Oath Ceremony Updates : કડીના ધારાસભ્ય કરસન સોલંકી ST બસમાં ગાંધીનગર પહોંચ્યા

    કડીના ધારાસભ્ય કરસન સોલંકી ST બસમાં ગાંધીનગર પહોંચ્યા છે. MLA કરસન સોલંકીએ કહ્યું કે,  જીવનમાં પહેલી વખત ફાઈવ સ્ટાર હોટલમાં જમ્યો.  હોટલ લીલાથી અન્ય MLAની કારમાં તેઓ શપથ વિધિના સ્થળે જવા રવાના થયા. તેમણે કહ્યું કે, મારી પાસે કાર નથી, હું ST બસમાં જ મુસાફરી કરૂ છુ.

  • 12 Dec 2022 12:53 PM (IST)

    Gujarat Oath Ceremony : ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર

    ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે. રાજ્યના રાજકારણની તવારીખ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા. 22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યા છે.

  • 12 Dec 2022 12:20 PM (IST)

    Gujarat CM Oath Ceremony : હેલિપેડ મેદાનમાં મહાશપથની તૈયારીઓ પૂર્ણ કરાઈ

    આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. જેને લઇ ગાંધીનગરના સચિવાલય હેલિપેડ મેદાનમાં મહાશપથની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શપથવિધિ માટે 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. જેમાં શપથવિધિ, સાધુ સંતો અને રાષ્ટ્રીય નેતા માટે 3 વિશેષ ડોમ ઉભા કરાયા છે. તો સાંસદો અને ધારાસભ્યો માટે પણ અલગ બેઠક વ્યવસ્થા કરાઇ છે. બીજી તરફ શપથવિધિમાં ભાગ લેવા માટે અનેક મહાનુભાવો ગુજરાત પહોંચી ગયા છે. કેન્દ્રીય નેતા અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  બીજી તરફ શપથ પહેલા હોટલ લીલામાં ભાજપની મહત્વની બેઠક મળી. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી હતી. શપથવિધિ માટે આવેલા VIP મહેમાનો પણ હોટલ લીલા પહોંચ્યા છે.

  • 12 Dec 2022 12:17 PM (IST)

    Mantri Mandal Gujarat : નવા પ્રધાન મંડળની ખાસ વાતો

    આજે ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. જો કે આ વખતનું નવું પ્રધાન મંડળ ખૂબ ખાસ છે.

    • અત્યાર સુધીનું સૌથી નાનુ પ્રધાનમંડળ
    • નવા પ્રધાનમંડળમાં નવા અને યુવા ચહેરા
    • 3 પાટીદાર અને 5 OBC ધારાસભ્યો સામેલ
    • પટેલના પ્રધાનમંડળમાં માત્ર એક જ મહિલા
    • 3 ST અને 2 SC ચહેરાને પણ સ્થાન
    • કોંગ્રેસી ગોત્રના 3 મોટા ચહેરાને મળ્યું સ્થાન
    • રાઘવજી, કુંવરજી અને બળવંતસિંહનો સમાવેશ
  • 12 Dec 2022 12:07 PM (IST)

    Mantri Mandal Gujarat : મંત્રી મંડળમાં સ્થાન પામનાર MLA ને અપાઈ સૂચના

    વડાપ્રધાન મોદી અને ભૂપેન્દ્ર પટેલ બંને સાથે મંત્રીઓએ મુલાકાત લીધી હતી. મંત્રીમંડળમાં સ્થાન પામનારને સૂચના આપવામાં આવી છે.
    શપથ ગ્રહણ પહેલાની આ મહત્વની બેઠક મળી.

  • 12 Dec 2022 11:44 AM (IST)

    Gujarat Oath Ceremony : લોકસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત થશે- ત્રિવેન્દ્રસિંહ રાવત

    શપથ વિધિ કાર્યક્રમમાં ભાજપના તમામ મોટા નેતાઓ હાજરી આપવાન છે, ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ગાંધીનગ ખાતે પહોંચ્યા છે. Tv9 સાથેની વાતચીતમાં ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે, 2024 માં ભાજપની રેકોર્ડબ્રેક જીત થશે. ગુજરાતમાં જેમ રેકોર્ડ તોડયો એવો જ લોકસભામાં તૂટશે. તો વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાનના વિકાસકાર્યોના કારણે ભાજપ જીતે છે.  નરેન્દ્ર મોદી ભવિષ્યમાં એમના જ રેકોર્ડ તોડતા દેખાશે. ગમે એટલા વિરોધીઓ એકત્રિત થાય મોદીજીને હરાવી ના શકાય. વિરોધીપક્ષની અલગ-અલગ વિચારધારા અને મહત્વાકાંક્ષાઓ રાખે છે. તો કોંગ્રેસે ગુજરાત હાર બાદ આત્મમંથન કરવાની જરૂર હોવાનુ પણ તેમણે કહ્યું છે.

  • 12 Dec 2022 11:32 AM (IST)

    Swearing In Ceremony : બેઠક માટે ભાજપના ધારાસભ્યો પહોંચી રહ્યા છે લીલા હોટેલ

    શપથ વિધિ પહેલા ધારાસભ્ય દળોની બેઠક યોજાશે. હાલ ભાજપના ધારાસભ્યોએ હોટેલ લીલા આવવાની શરૂઆત કરી દીધી છે. લવિંગજી ઠાકોર, મોહન ઢોળીયા, કાંતિ અમૃતીયા, માનસિંહ ચૌહાણ સહિતના ધારાસભ્યો હાલ હોટેલ પહોંચ્યા છે.

  • 12 Dec 2022 11:27 AM (IST)

    મોદીજીને હરાવવા માટે વિપક્ષોએ એકત્રિત થવા કરતા જનસેવા કરવી જોઈએ – કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ

    કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ શપથ વિધિ કાર્યક્રમમાં  ભાગ લેવા પહોંચ્યા છે, ત્યારે Tv 9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ભાજપની સાતમી વાર સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતનો મૂળ જ સમગ્ર દેશનો મૂળ જોવા મળશે. ઉપરાંત વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કોઈને હરાવવા કરતા લોકોને શું આપી શકાય એ વિપક્ષોએ વિચારવું જોઈએ. મોદીજીને હરાવવા માટે વિપક્ષોએ એકત્રિત થવા કરતા જનસેવા કરવી જોઈએ.

  • 12 Dec 2022 11:18 AM (IST)

    Gujarat Vidhan Sabha : અમરેલીના MLA કૌશિક વેકરીયા ઉપદંડક તરીકે નિમાયા

    અમરેલી બેઠક પર પરેશ ધાનાણી સામે જીતનાર MLA કૌશિક વેકરીયાને ઉપદંડક તરીકે નિમવામાં આવ્યા છે.

     

  • 12 Dec 2022 11:09 AM (IST)

    gujarat new ministry : મંત્રીમંડળ અંગે હાઈ કમાન્ડે જે નિર્ણય લીધો તે યોગ્ય – MLA કાંતિ અમૃતિયા

    મોરબી બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ શપથ વિધિમાં જોડાવવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મંત્રીમંડળ અંગે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો તે યોગ્ય છે. તો સાથે જ 156 બેઠકો ભાજપે મેળવી છે તે પાર્ટીના રાજીપાના કારણે જ આવી હોવાનુ તેમણે જણાવ્યુ છે.

  • 12 Dec 2022 11:00 AM (IST)

    Gandhinagar : શપથ વિધિ પહેલા યોજાઈ ધારાસભ્ય દળોની બેઠક

    આજે 2 વાગ્યે ભૂપેન્દ્ર સરકાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે. જો કે શપથ વિધિ પહેલા ગાંધીનગરની લીલા હોટેલ ખાતે ધારાસભ્ય દળોની બેઠક યોજાશે. જેમાં ભાગ લેવા હાલ ધારાસભ્યો અને VIP મહેમાનો લીલા હોટેલમાં પહોંચી રહ્યા છે. અસમના પૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનવાલ પણ પહોંચ્યા છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે,ગુજરાત એક સેમી ફાઈનલ હતી અને 2024માં લોકસભા ચૂંટણીમા પણ ભાજપ રેકોર્ડ બ્રેક જીત મેળવશે તેવો વિશ્વાસ કરી રહ્યા છે.

  • 12 Dec 2022 10:42 AM (IST)

    Gujarat New Ministry : મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો સમાવેશ

    મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે TV9 સાથેની ખાસ વાતચીતમાં ભાનુબેને ભાજપના મોવડી મંડળનો આભાર માન્યો છે. આ સાથે તેણે કહ્યું કે, મતદારોએ જે વિશ્વાસ દાખવ્યો છે તેને પુરો કરવા પ્રયાસ કરીશ.

  • 12 Dec 2022 10:10 AM (IST)

    Gujarat New Minstry : જૂના જોગી મુળુ બેરાનો પ્રધાન મંડળમાં સમાવેશ કરાયો

    ખંભાળિયા બેઠકથી વિજયી બનેલા સંઘના જૂના જોગી મુળુ બેરાનો પ્રધાન મંડળમાં સમાવેશ કરાયો છે. મુળુ બેરાએ દરિયાકાંઠાના વિસ્તારમાં વિકાસ કાર્યો ઝડપથી આગળ વધારવાની નેમ વ્યક્ત કરી.

  • 12 Dec 2022 10:07 AM (IST)

    Gujarat CM Oath Ceremony : ગાંધીનગર હેલિપેડ મેદાન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ

    શપથ વિધિ કાર્યક્રમને પગલે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ 3 વિશેષ ડોમ ઊભા કરાયા છે. મંચ સિવાય સાંસદો, ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઈ છે. હાલ શપથવિધિ સમારોહ સ્થળે SPG, ગુજરાત પોલીસ અને અન્ય એજન્સી દ્વારા સુરક્ષા ધ્યાને રાખી આવનારા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. સમગ્ર ગ્રાઉન્ડ પર LED અને અન્ય સુવિધા પણ ઊભી કરાઇ છે.

     

  • 12 Dec 2022 09:53 AM (IST)

    Gujarat CM Oath Ceremony Updates : મંત્રીમંડળની શપથ વિધિ બાદ યોજાશે કેબિનેટ બેઠક

    સૌથી ઓછા મંત્રીમંડળ સાથે આજે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. શપથ વિધિ બાદ  5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. મંત્રીમંડળ ની શપથ વિધિ બાદ કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની જાહેરાત કરાશે.

  • 12 Dec 2022 09:47 AM (IST)

    Gujarat New Ministry Updates : દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુ ખાબડનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ

    સતત ચોથી વાર દેવગઢ બારિયા બેઠક પરથી બચુ ખાબડે જીત મેળવી હતી. તો મંત્રી મંડળમાં પણ ફરી બચુ ખાબડને સ્થાન મળ્યુ છે, ત્યારે TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં સરકારની વિકાસ યોજનાઓ વધુ વેગથી અમલી બનાવીશુ.અને હાઈકમાન્ડ જે પણ જવાબદારી સોંપશે તેને પુરી કરવા પુરો પ્રયાસ કરીશુુ.

  • 12 Dec 2022 09:27 AM (IST)

    Gujarat CM Oath Ceremony Live Updates : સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ CM પદના શપથ લેશે

    ગુજરાતની રાજનિતીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આ વખતે રિપીટ અને નો રિપીટ થિયરી ભાજપે અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી.

  • 12 Dec 2022 09:19 AM (IST)

    Gujarat New Ministry : કુંવરજી બાવળિયાએ ભાજપના હાઈકમાન્ડનો આભાર માન્યો

    નવા મંત્રી મંડળમાં જસદણ બેઠક પરથી ચૂંટાઈને આવેલા કુંવરજી બાવળિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,ત્યારે TV9 સાથેની ખાસ વાતચીતમાં કુંવરજી બાવળિયાએ ભાજપના હાઈકમાન્ડનો આભાર માન્યો. વધુમાં કહ્યું કે, જે જવાબદારી સોંપાશે તે પ્રમાણે હું મારી ફરજ નિભાવીશ અને જસદણના મતવિસ્તારના વિકાસ માટે વિશેષ પ્રયાસ કરવાનુ તેમણે જણાવ્યુ છે.

  • 12 Dec 2022 09:10 AM (IST)

    Gujarat CM Swearing LIVE Updates : ગાંધીનગર ખાતે અપક્ષના ત્રણ નેતાઓ એક સાથે જોવા મળ્યા

    ગાંધીનગર સર્કિટ હાઉસ પર અપક્ષના ત્રણ નેતાઓ બાયડ ના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વડોદરાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના અપક્ષના માવજી દેસાઈ એક સાથે જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ગઈકાલથી અપક્ષના નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે.

  • 12 Dec 2022 09:06 AM (IST)

    Gujarat Oath Ceremony Live : શપથ વિધિ પૂર્વે ભાજપ ધારાસભ્યોની મળશે મહત્વની બેઠક

    આજે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. જો કે  શપથ વિધિ પૂર્વે ભાજપ ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે. તમામ ધારાસભ્યોને 10 વાગ્યે હોટેલ લીલા પહોંચવા સૂચના આપવામાં આવી છે. તો શપથ વિધિ કાર્યક્રમમાં આવેલ VIP મહેમાન પણ હોટેલ લીલા પહોંચશે.

  • 12 Dec 2022 09:01 AM (IST)

    Gujarat CM Swearing LIVE : ભુપેન્દ્ર પટેલ 2.0 સરકાર માં મોટા માથાઓની બાદબાકી

    મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે. જો કે ભુપેન્દ્ર પટેલ 2.0 સરકાર માં મોટા માથાઓની બાદબાકી કરવામાં આવી છે. જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા,પુર્ણેશ મોદી, મનીષા વકીલ, નિમિષા સુથાર, વીનુ મોરડીયા , નરેશ પટેલ, જીતુ ચૌધરી,શંકર ચૌધરી, રમણ વોરા,અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા છે.

  • 12 Dec 2022 08:59 AM (IST)

    Gujarat CM Oath Ceremony: ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથ ગ્રહણ કરશે

    ગુજરાતના CM તરીકે બીજી વાર ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. તો ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કરશે.અત્યાર સુધી 16 ધારાસભ્યોને શપથ માટે ફોન આવ્યો છે. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ,  જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ,  મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

     

  • 12 Dec 2022 08:55 AM (IST)

    Gujarat New Ministry Updates : વિધાનસભા અધ્યક્ષ તરીકે શકર ચૌધરીનું નામ મોખરે

    આજે ગુજરાતના CM અને મંત્રીમંડળની શપથ વિધિ યોજાશે. મહત્વનું છે કે ભુપેન્દ્ર પટેલ સતત બીજી વાર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. તો વિધાનસભા અધ્યક્ષ તરીકે શકર ચૌધરીનું નામ મોખરે હોવાના અહેવાલ છે.જો કે રમણ વોરા અને ગણપત વસાવા પણ આ રેસમાં છે.

     

Published On - 8:44 am, Mon, 12 December 22