GANDHINAGAR : ભાવિના પટેલને ગુજરાત સરકાર ક્લાસ-1 ઓફિસરની નોકરી આપશે

|

Sep 04, 2021 | 5:15 PM

ભાવિના પટેલ ગુજરાત આવશે ત્યારે રાજ્ય સરકાર તેની સાથે આ અંગે વાતચીત કરશે અને બાદમાં ભાવિના પટેલની ઇચ્છા અનુસાર નિમણૂક કરશે.

GANDHINAGAR : પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને ગુજરાત સરકારે વધુ એક ભેટ આપી છે.
રાજ્ય સરકાર ભાવિના પટેલને ક્લાસ-1 ઓફિસરની નોકરી આપશે અને વર્ગ-1 સરકારી અધિકારી તરીકે નિમણૂક કરશે. ભાવિના પટેલ ગુજરાત આવશે ત્યારે રાજ્ય સરકાર તેની સાથે આ અંગે વાતચીત કરશે અને બાદમાં ભાવિના પટેલની ઇચ્છા અનુસાર નિમણૂક કરશે. માલતી માહિતી મૂજબ બિનસંવેદનશીલ જગ્યા પર ભાવિના પટેલની નિમણૂક કરવામાં આવશે.

જાપાનના ટોક્યોમાં ચાલી રહેલા પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. ભાવિના પટેલની આ ઐતિહાસિક સિદ્ધી બાદ તેમના ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ભાવિના પટેલને 3 કરોડ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે.

આ પહેલા ગુજરાત સરકારે ડાંગના સરિતાબેન ગાયકવાડ “ડાંગ એક્સપ્રેસ” ને સરકારી નોકરી આપી હતી. ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડ મેડલિસ્ટ દોડવીર સરિતાબેન ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા DySP તરીકે નિમણૂક કરવામાં આવી હતી .ડાંગના સરિતાબેન ગાયકવાડે 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4×400 મીટર રીલે દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.સરિતાબેન ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. સરિતાબેન ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો “ડાંગ એક્સપ્રેસ”ના નામથી ઓળખે છે.

આ પણ વાંચો : GANDHINAGAR : વતનપ્રેમ યોજનામાં ગુજરાત સરકાર 1 હજાર કરોડ ખર્ચશે, જાણો આ યોજના વિશે

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં

Published On - 4:55 pm, Sat, 4 September 21

Next Video