સરકારી તંત્ર નિષ્ફળ જતા કોંગી ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાના તંત્ર પર પ્રહાર, કહ્યુ ‘સરકાર જ આપત્તિમાંથી બહાર આવી અને નવું તંત્ર ગોઠવાયું’

|

Jul 25, 2022 | 5:38 PM

કોંગ્રેસના (Congress ) ના ધારાસભ્ય  ડો.સી.જે.ચાવડાએ પત્રકાર પરિષધ દરમિયાન  વરસાદની નાગરિકોને નુકસાન, લમ્પી વાઇરસ તેમજ અણઘડ આયોજન તથા લમ્પી વાઇરસ મુદ્દે સરકારને ભીંસમાં લેતા આકરા  પ્રહારો કર્યાં હતા.  તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હવે નુકસાનીનો સર્વે કરાવશે.

સરકારી તંત્ર નિષ્ફળ જતા કોંગી ધારાસભ્ય ડો.સી.જે. ચાવડાના તંત્ર પર પ્રહાર, કહ્યુ સરકાર જ આપત્તિમાંથી બહાર આવી અને નવું તંત્ર ગોઠવાયું
As the government system fails, Congress will now conduct a damage survey, MLA. C.J. Chawda lashes out at Gujatrat Government

Follow us on

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેતી તથા નાગરિકોની માલમત્તાને જે નુકસાન થયું છે તે અંગે તેમજ દૂધાળા પશુમાં ફેલાયેલા લમ્પી વાઇરસ મુદ્દે ગાંધીનગર કોંગ્રેસના (Congress) ધારાસભ્ય સી.જે. ચાવડાએ (C.J.Chavda)પત્રકાર પરિષદ આયોજિત કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પણ વરસાદથી થયેલા નુકસાન અંગે એક ફોર્મ બહાર પાડ્યું છે જેમાં નુકસાન અંગેની માહિતી અમે એકત્રિત કરી રહ્યા છીએ. તેમણે તંત્ર પર ચાબખા માર્યા હતા કે વરસાદ પહેલાની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ નથી થઈ અને સરકારી તંત્ર મુશ્કેલીઓને ડામવા સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે લોકોને સહાય અને તાત્કાલિક સહાય મળે એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે. તેમણે પત્રકાર પરિષદમાં અન્ય મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ દ્વાર બહાર પાડવામાં આવેલા ફોર્મમાં વાહનોના નુકસાન તેમજ અન્ય નુકસાન અંગે અમે માહિતી ભેગી કરીને તંત્રનું ધ્યાન દોરીશું.

કોંગ્રેસ દ્વારા નુકસાની અંગે કરાશે સર્વે

જરૂરિયાત હોય એવા વ્યક્તિઓને સહાય મળે અને કોઈને અન્યાય ન થાય એ માટે પણ અમે કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત લોકોને દુકાનોમાં નુકસાન અને ખેતી, ખેડૂત અને પશુપાલનમાં મોટા પાયે નુકસાન અંગે પણ અમે સર્વે કરીશું. સરકારના પરિપત્ર મુજબ 33% નુકસાન બાદ સહાય મળે એવો નિયમ છે પણ આ વખતે 100% નુકસાન થયું હોવાથી એ બાબતનો પણ સર્વે કોંગ્રેસ દ્વારા કરાશે. તેમણે કહ્યું હતું કે નાગરિકોને પૂરતી સુવિધા આપવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે તાત્કાલિક સહાય મળે એવી અમારી સરકાર સામે માંગણી છે.

લમ્પીથી થયેલા મોતને કુદરતી આપત્તિ ગમે સરકાર

પત્રકાર પરિષદમાં લમ્પી વાઇરસથી ગાયના મોતનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે વરસાદ બાદ લમ્પી વાઇરસને કારણે પશુઓનાં મોત થયા અને પશુપાલકો તેમજ ખેડૂતોને જે નુકસા ન થયું છે તો પશુઓના મોતને કુદરતી આપત્તિ ગણીને સહાય આપે એવી રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો

સરકાર પર કર્યાં આકરાં પ્રહાર

જૂન મહિના અગાઉ ચોમાસાની કુદરતી આપત્તિઓને પહોંચી વળવા સરકારે આયોજન કરવું પડે છે તેમાં આ વખતે તંત્ર સંદતર નિષ્ફળ ગયું છે. આયોજનના અભાવે રસ્તાઓ ખરાબ થયા અને ગરીબોને સસ્તા અનાજની દુકાન થકી મદદની કોઈ વ્યવસ્થા નથી થઈ. સી. જે .ચાવડાએ પત્રકાર પરિષદમાં સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે કુદરતી આપત્તિ સામે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આગોતરું આયોજન કરવું પડે. આ વખતે આયોજન છે કે નહીં ખ્યાલ નથી પણ તંત્ર નિષ્ફળ ગયું છે.

તેમણે વ્યંગ કરતા કહ્યું હતું કે કુદરતી આપત્તિની વાત કરીએ તો સરકાર જ આપત્તિમાંથી બહાર આવી અને નવું તંત્ર ગોઠવાયું છે. અને સરકારની ખામીઓને કારણે ગુજરાતની પ્રજા હાલાકી ભોગવી રહી છે. ઉપરાંત કેશડોલનું ધોરણ પણ સુધારવામાં આવ્યું નથી, અને જ્યાં જેટલી જરૂર હતી એની સામે ખૂબ ઓછી રકમ અપાઈ છે.અમારી પાર્ટીની ટિમો જ્યાં જ્યાં ગઈ અને બાબતો ધ્યાને આવી ત્યાં અમે તંત્રનું ધ્યાન દોર્યું છે. રેવેન્યુ અને ખેતી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવવાની જરુર છે..

Next Article