લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન

મહાસંપર્ક અભિયાન 30મે થી શરૂ કરવામાં આવશે. તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 11 વાગે અમદાવાદના ટાગોર હૉલમાં પ્રદેશ કારોબારી યોજવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ કામગીરી નું ભાથું લઈ ને ઘર ઘર સુધી જવાનું છે. આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન
Gujarat Bjp Loksabha
| Edited By: | Updated on: May 16, 2023 | 2:02 PM

દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને(Loksabha Election)  લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સાથે લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ સ્લોગન સાથે લોકો સુધી પહોંચવામાં આવશે.

વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે

આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે દરેક મોરચાના સંમેલન પણ આયોજીત કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાના આગેવાનો બેસીને એમના વિશિષ્ઠ વ્યક્તિની યાદી તૈયાર કરશે અને તેને કોણ મળવા જશે એ નક્કી થશે અને એ 7 દિવસમાં સંપર્ક પૂરો કરવામાં આવશે.

મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા

આ અંગે માહિતી આપતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા દેશ આંતરિક અને બાહ્ય સમસ્યા થી ઘેરાયેલો હતો. ભાજપે સત્તામાં આવી વિકાસની રાજનીતિ દેશમાં પ્રસ્થાપિત કરી છે. વર્ષ 2014માં મે મહિનામાં પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ કરી છે. ત્યારથી જેટલી પણ ચૂંટણી આવી તેના મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા છે.

એ રામમંદિર હોય કે કલમ 370 ની વાત હોય કે જીરો ટોલરન્સથી આતંકીઓ ને જવાબ આપવાની વાત હો. તેમજ પાડોશી દેશો સાથે સારા સબંધ, વિદેશનીતિ, રોજગાર શિક્ષણ આરોગ્ય , મહિલા સશકિતકરણ આવા અસંખ્ય વિષયમાં અભૂતપૂર્વ કામ કરી જનતાનો પ્રેમ મેળવ્યો છે અને એમની અપેક્ષા પૂરી કરી છે.

આ ઉપરાંત આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહેશે. જ્યારે મહાસંપર્ક અભિયાન 30મે થી શરૂ કરવામાં આવશે. તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 11 વાગે અમદાવાદના ટાગોર હૉલમાં પ્રદેશ કારોબારી યોજવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ કામગીરી નું ભાથું લઈ ને ઘર ઘર સુધી જવાનું છે. આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો