ખેડૂતો માટે સારા સમાચાર : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરે તેવી શકયતા

ખેડૂતો માટે સારા સમાચાર : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરે તેવી શકયતા

| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:57 PM

રાજ્યના 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો છે...48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

GANDHINAGAR : રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના મારના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે વરસાદના કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજશે.જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે.કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રી હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે.મહત્વનું છે કે, 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો છે…48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના 11 જિલ્લાના 48 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકાઓ પૈકી 23 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટા ઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આ અંગે સરકારનું કહેવું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે સહાય આપી શકાય તેમ નથી.અતિવૃષ્ટિ અંગે 4 જિલ્લાના સિવાયના વિસ્તારોમાં સર્વે થયો. જો કે સર્વે થયા બાદ પણ સહાયની જાહેરાત થઈ નથી. વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિપ્રધાને હકારાત્મક વલણ દર્શાવ્યું છે. જો કે સહાય અંગે આખરી નિર્ણય મુખ્યપ્રધાન લેશે એવું જણાવ્યું છે.

આ પણ વાંચો : 1 કરોડ 29 લાખની છેતરપિંડી : વડોદરામાં IIFL ફાયનાન્સ કંપનીની તમામ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ

આ પણ વાંચો : હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી

Published on: Nov 23, 2021 04:54 PM