સુશાસન સપ્તાહના પ્રારંભમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી ભેટ, આ નિયમો બદલીને જનહિત નિર્ણયોની કરી જાહેરાત

|

Dec 26, 2021 | 6:47 AM

સુશાસન સપ્તાહના ઉદ્ઘાટન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કેટલાક મહત્વના નિર્ણયો વિશે વાત કરી. ચાલો જાણીએ.

સુશાસન સપ્તાહના પ્રારંભમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી ભેટ, આ નિયમો બદલીને જનહિત નિર્ણયોની કરી જાહેરાત
CM Bhupendra Patel inaugurated Good Governance Week

Follow us on

Gandhinagar: મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) સુશાસન સપ્તાહના (good governance week) પ્રથમ દિવસે ગાંધીનગરમાં અદ્યતન ટેક્નોલૉજીયુક્ત જનસંપર્ક માટે સ્વાગત કક્ષ અને રાજ્ય સરકારની વિવિધ ગુડ ગવર્નન્સ પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્વાગત કક્ષ સચિવાલય ખાતે શરુ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારનો ધ્યેય છે. નાગરીકોનો અવાજ સાંભળી, સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે.

આ ભાવ દરેક નાગરિકના મનમાં જગાવવાની વાર કરીને CM એ કહ્યું કે આ ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્યમાં સામાન્ય માનવીને શાસનમાં પોતીકાપણું અનુભવ થાય તે માટે રાજ્ય સરકારે આ વિવિધ પ્રકલ્પો આરંભ્યા કરાવ્યો છે. છેવાડાના માનવી – ગરીબોને પણ લાભ મળે એવો અટલજીનો સંકલ્પ આ પ્રકલ્પો સાકાર કરશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કેટલાક જનહિત નિર્ણયોની જાહેરાત કરી હતી. આ મુજબ તમને જણાવી દઈએ કે એ નિર્ણયો કયા છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

લીધા આ મોટા નિર્ણયો

નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી ન હોય તેવા લાભ લેવા માટે એફિડેવિટથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે.
ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ હવે ઓનલાઇન મળશે
બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટીકાર્ડ ઉપલબ્ધ થશે,
બિનખેતી હુકમોની મંજુરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે. 2019થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે.
હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની 135/ડી નોટીસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવી
લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન થશે
ગણોત ધારા કલમ-32 એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ૩ વર્ષનો વધારો કરાયો.
ગણોત ધારા કલમ-43 તથા કલમ-63 ની મુદત અનુક્રમે 2 વર્ષથી વધારી 5 વર્ષ તથા 5 વર્ષથી વધારી 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે.
PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે.

વિવિધ ગુડ ગવર્નન્સ પહેલ માટે મોટા નિર્ણયો

સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢિકરણ માટે ઇ-સરકાર પોર્ટલ
જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવવ My Ration Mobile App
સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા E-કુટીર પોર્ટલ
વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ
પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફૉર્મ અને મોબાઇલ એપ

ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધામાં વધારો કરતા આ નિર્ણયો વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, ‘સુશાસન દિવસે’ ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ’ને આગળ જતા વધુ અદ્યતન સુવિધાઓ સાથે સુદ્રઢ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતા કહ્યું કે, અટલજી દેશના મહાન કર્મયોગી અને આપણા સૌના પ્રેરણા પુરૂષ છે. તેમની સ્મૃતિમાં દેશ આજે ગુડ ગવર્નન્સ ડે મનાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીના બુસ્ટર ડોઝ આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત, કહ્યું- અમે પણ કેબિનેટની બેઠકમાં આ અંગે કરી હતી ચર્ચા

આ પણ વાંચો: વધુ બે કોલસાની ખાણોની હરાજી, કુલ 30 ખાણોમાંથી 8,100 કરોડની આવકનો અંદાજ

Next Article