Gujarat સરકારની વધુ એક સિદ્ધિ, શાળા કન્યા ડ્રોપ આઉટ રેશિયો 33.07 ટકાથી ઘટીને 3.01 ટકા થયો

|

Jun 09, 2023 | 7:44 AM

છેલ્લાં 20 વર્ષમાં સરકારી શાળાઓમાં 81,358 શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ રૂપિયા 57,117 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.રાજ્યમાં વર્ષ 2003 થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનાં 20 વર્ષની ઉજવણી આગામી 12 થી 14 જૂન દરમિયાન થનાર છે.

Gujarat સરકારની વધુ એક સિદ્ધિ, શાળા કન્યા ડ્રોપ આઉટ રેશિયો 33.07 ટકાથી ઘટીને 3.01 ટકા થયો
Gujarat School Girl Drop Out Ratio

Follow us on

Gandhinagar : ગુજરાત (Gujarat) સરકારે શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ધોરણ 1 થી 7 માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો(Drop Out Ratio)  33. 17 ટકાથી ઘટીને 3.01 ટકા સુધી આવી ગયો છે. જ્યારે રિટેન્શન રેટ 66. 83 ટકાથી વધીને 93. 12 ટકા સુધી પહોંચી ગયો છે. રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

20 વર્ષની ઉજવણી આગામી 12 થી 14 જૂન દરમિયાન થનાર છે

જે અંતર્ગત છેલ્લાં 20 વર્ષમાં સરકારી શાળાઓમાં 81,358 શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ રૂપિયા 57,117 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.રાજ્યમાં વર્ષ 2003 થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનાં 20 વર્ષની ઉજવણી આગામી 12 થી 14 જૂન દરમિયાન થનાર છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

અત્યાર સુધીમાં કુલ 51,420 કન્યા શૌચાલયો બનાવાયા

ત્યારે આ કાર્યક્રમની ભૌતિક સિદ્ધિરૂપે તેમજ વિદ્યાર્થીઓ માટેની સુવિધાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 51,420 કન્યા શૌચાલયો 26,380 કુમાર શૌચાલયો તેમજ 3108 જેટલાં દિવ્યાંગ બાળકો માટેનાં શૌચાલયોનું નિર્માણ રાજ્યની વિવિધ શાળાઓમાં કરવામાં આવ્યું છે.બીજી તરફ, પ્રવેશોત્સવનાં આ 20 વર્ષના સમયગાળા દરમિયાન કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી તેમનો રિટેન્શન રેટ એટલે કે સ્થાયીકરણ વધારવા વર્ષ ૨૦૦૫-૦૬થી સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પૂરી પાડવામાં આવે છે.

જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં ચાલતા ધોરણોને ધ્યાને રાખી ધોરણ ૧ થી ૪ ની શાળા માટે રૂ. ૧૨૦૦/- તથા ધોરણ ૧ થી ૭ ની શાળા દીઠ રૂ. ૨૪૦૦/- લેખે વાર્ષિક સહાય આપવાનું અગિયારમી પંચવર્ષીય યોજનાથી સૂચવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦-૧૧થી આ સહાયની રકમમાં વધારો કરી માસિક શાળાદીઠ રૂ.૪૦૦/- લેખે સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫-૧૬થી આ રકમમાં વધારો કરી શાળાદીઠ માસિક રૂ.૧૮૦૦/- લેખેની સહાય ચૂકવવામાં આવતી હતી.

વર્ષ ૨૦૨૦-૨૧થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય માટે શાળાદીઠ વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા ધરાવતી શાળા માટે પ્રતિમાસ રૂ.૧૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૧૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૪૦૦૦, જ્યારે ૫૦૧ કે તેથી વધુની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૫૦૦૦/- પ્રતિમાસ માસિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ પ્રકારે સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૫-૦૬માં રૂ.૧૨૮.૭૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમનો પૂરેપૂરો ઉપયોગ કરી કન્યા શાળાઓની સ્વચ્છતામાં વધારો કરવામાં આવ્યો હતો. આ આંકડામાં ઉત્તરોત્તર વધારો કરી, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૩૯૩૪.૩૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે રૂ. ૬૮૯૧.૦૦ લાખની જોગવાઈ સામે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આમ, છેલ્લાં ૧૮ વર્ષમાં (વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૨-૨૩સુધી) કુલ રૂ. ૬૨૯૫૩.૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી કુલ રૂ. ૫૭૧૧૭.૧૮/- લાખનો ખર્ચ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની જાળવણી માટે કરાયો છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:41 am, Fri, 9 June 23

Next Article