આપ નેતા વિજય સુંવાળાએ વોટિંગ કરતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં વિવાદ
આમ આદમી પાર્ટીના નેતા વિજય સુંવાળાએ વોટિંગનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં વિવાદ ઉભો થયો છે. તેમણે આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે.
ગુજરાતમાં(Gujarat)ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation)44 બેઠકો માટેની ચુંટણી(Election) માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે આ દરમ્યાન આમ આદમી પાર્ટીના(Aap) નેતા વિજય સુંવાળાએ(Vijay Suvala) વોટિંગનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં વિવાદ ઉભો થયો છે. તેમણે આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. આપ નેતા વિજય સુંવાળાએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકરોને લઇને ગાંધીનગર સેક્ટર 19 સુવિધા મતદાન કેન્દ્રમાં વિવાદ થયો હતો. જેમાં આપના એજન્ટ ટોપી પહેરીને મતદાન કેન્દ્રમાં બેઠા હોવાની બાબતને લઈને વિવાદ સર્જાયો હતો. જે દરમ્યાન આપના ઉમેદવારે બચાવ કર્યો હતો કે ટોપી ઉપર ક્યાંય પણ પાર્ટીનું ચિહ્ન નથી.
જો કે તેની બાદ બુથ ઉપર હાજર કર્મચારીએ અધિકારી સાથે વાત કર્યા બાદ ટોપી પહેરીને બુથમાં ન આવવાની જાહેરાત કરી હતી. જ્યારે આપના ઉમેદવાર નિકુંજ મેવાડાવાળાએ કહ્યું હતું કે આ કોઈ પાર્ટી નું ચિન્હ નથી રાષ્ટ્રીય પોશાક છે. જ્યારે મતદાન મથકના ઇન્ચાર્જ દ્વારા આપના એજન્ટને ટોપી ઉતારવા ફરજ પડાઇ હતી.
આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો કોંગ્રેસનો દાવો
આ પણ વાંચો : Ahmedabad: કન્ઝ્યુમર કોર્ટનો મહત્વનો ચુકાદો, ધૂમ્રપાન કર્યા વગર પણ થઈ શકે કેન્સર, વીમા કંપનીએ કરવું પડશે ચૂકવણું