ગુજરાતમાં કોરોનાના નવા 91 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 810 થઈ

|

Oct 01, 2022 | 8:24 PM

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા એક માસથી કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 ઓકટોબરના રોજ કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 91 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 810 થઈ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા એક માસથી કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 ઓકટોબરના રોજ કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 810 થઈ છે. જ્યારે કોરોનાથી આજે 135 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે આજે નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 25 (Ahmedabad)  સુરતમાં 25, વડોદરામાં 10, રાજકોટમાં 04, બનાસકાંઠામાં 03, નવસારીમાં 03, સુરત જિલ્લામાં 03, ગાંધીનગરમાં જિલ્લામાં 02, ગાંધીનગરમાં 02, મહેસાણામાં 02, સાબરકાંઠામાં 02, વલસાડમાં 02, આણંદમાં 01, ભાવનગરમાં 01, છોટા ઉદેપુરમાં 01, ખેડામાં 01, પાટણમાં 01, સુરેન્દ્રનગરમાં 01, તાપીમાં 01 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.

Published On - 8:23 pm, Sat, 1 October 22

Next Article