ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્યના જળાશયોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી . જેમાં રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ(Sardar Sarovar Dam) સહિત ર૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી રપ,ર૬૬ MCM સામે 17,395 MCM એટલે કે 69 ટકા પાણી જળાશયોમાં છે જેમાં ગત વર્ષ તા. 10 ઓગસ્ટની તુલાનાએ 21 ટકા વધારો છે. જેમા પાછલા 13 વર્ષોમાં આ વર્ષે સૌથી વધુ પાણીનો જળાશયોમાં આવરો થયો છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને વરસાદી પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બનાવી પાણી રોકીને જળસંચય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું છે.
રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી ઉપયોગમાં લેવાય છે તેવાં 68 જળાશયોમાં ઓગસ્ટ-2023 સુધી મળી રહે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો છે. રાજ્યમાં 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે-12 જળાશયો 80 થી 90 ટકા ભરાઇ ગયા છે. કચ્છમાં નાની અને મધ્યમ સિંચાઇ યોજનાના જળાશયો 70 ટકા ભરાઇ ગયા છે
ગુજરાતના વરસાદ બાદ 69 જળાશયો 100 ટકા ભરાઇ ગયા છે. જેના પગલે આ જળાશયો હાઇએલર્ટ પર છે. તો 14 ડેમ 80થી 90 ટકા જેટલા ભરાયેલા છે. જેના પગલે આ 14 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો 10 ડેમમાં 70થી 80 ટકા જળસંગ્રહ છે, જેના પગલે આ 10 ડેમ સામાન્ય ચેતવણી પર છે. તો 116 ડેમમાં હજુ પણ 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.
કચ્છના મોટાભાગના જળાશયો 100 ટકા જેટલા ભરાયા છે. કચ્છના અબડાસામાં આવેલો બેરાચિયા ડેમ, મીતી ડેમ અને જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. તો નખત્રાણાનો ગંજાસર ડેમ, મુંદ્રાનો ગજોદ ડેમ પણ 100 ટકા ભરાયેલો છે. ભરૂચના નેત્રંગમાં આવેલો પીગટ ડેમ, ઝઘડીયાનો ઢોલી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદાનો કેલિયા ડેમ અને જૂજ ડેમ તેમજ જામનગરનો વગાડીયા ડેમ પણ પાણીથી 100 ટકા ભરાયો છે.
ગુજરાતના વિવિધ જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પણ આખુ વર્ષ સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે તેવી આશા સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published On - 8:22 pm, Wed, 10 August 22