RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો, કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા

|

Jun 01, 2023 | 8:55 AM

આ વર્ષે RTE એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે.

RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો, કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા

Follow us on

Gandhinagar :  RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ (Admission) મેળવવા માટેની 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી હતી. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવ્યા છે. તો RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આપી છે.

આ પણ વાંચો-રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા “મારું ગામ, કુપોષણ મુક્ત ગામ” અભિયાનની રૂપરેખા તૈયાર – ઋષિકેશ પટેલ

આ વર્ષે RTE એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ 2022-23 માં 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

1291 જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા

વધુમાં RTE હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, RTE ACT-2009ની કલમ 12.1(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ 2023-24માં 9,863 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં 25 ટકા મુજબ 82,853 જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ 98,650 અરજીઓ મળી છે.

પ્રથમ રાઉન્ડમાં 48,890 વિદ્યાર્થીને મળ્યો પ્રવેશ

વિધાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48,890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.

બીજા રાઉન્ડમાં 4966 જેટલા બાળકોને પ્રવેશ

પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-1/ધો-2માં અભ્યાસ કરેલા હોય તેમજ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશ રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ 29 મે 2023 સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 5 જૂન 2023 સોમવાર સુધીમાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવવાનો રહેસે

શૈક્ષણિક વર્ષ 2022-23 અંતર્ગત 9958 શાળાઓમાં 25 ટકા લેખે ઉપલબ્ધ 71452 જગ્યાઓ પર 218228 અરજીઓ મળી હતી, તે પૈકી 176445 અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને 41873 અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના 4 રાઉન્ડ બાદ એકદંરે 64395 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. 3 હજાર લેખે રૂ. 140.41 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂ. 13675 લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. 521.92 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 30,127 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની 14,546 અંગ્રેજી માધ્યમની 12,466 હિન્દી માધ્યમની 2828 તથા અન્ય માધ્યમની 287 જગ્યાઓનો સમાવેશ થાય છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article