ગુજરાતના કોરોનાના નવા 419 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2299 થયા

|

Jun 25, 2022 | 8:12 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) કેસના સતત વધારો થઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં 25 જુનના કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2299 થયા છે.

ગુજરાતના કોરોનાના નવા 419 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2299 થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસના સતત વધારો થઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં 25 જુનના કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2299 થયા છે. જ્યારે અમદાવાદમાં 166, સુરતમાં 62, વડોદરામાં 35, ભાવનગરમાં 30, સુરત કોર્પોરેશનમાં 22, વલસાડમાં 13, જામનગરમાં 10,નવસારીમાં 09, અમરેલીમાં 08, ગાંધીનગરમાં 07, રાજકોટમાં 07, ગાંધીનગર જિલ્લામાં 05, મહેસાણામાં 05, પાટણમાં 05, રાજકોટમાં 05, અમદાવાદ જિલ્લામાં 04, કચ્છમાં 04, ભાવનગરમાં 03, દ્વારકામાં 03, ખેડામાં 03, સુરેન્દ્રનગરમાં 03, વડોદરામાં 04, મોરબીમાં 02, સાબરકાંઠા 02, આણંદમાં 01, ભરૂચમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Published On - 7:38 pm, Sat, 25 June 22

Next Article