Gujarat માં મોસમનો કુલ 80 ટકા વરસાદ નોંધાયો, નદી અને ડેમોમાં નવા નીર આવ્યા

|

Sep 23, 2021 | 10:04 AM

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં(Gujarat)સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ પડ્યો છે. જેમાં 31 જિલ્લાના 183 તાલુકામાં પડ્યો વરસાદ
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં સાડા છ ઈંચ વરસાદ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ, ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે વાઘોડિયામાં 3, દેડિયાપાડામાં 3, માંડવી, પોસિના, ક્વાંટ,પારડીમાં ત્રણ ઈંચ વરસાદ, માંગરોળ, બેચરાજી, નડીયદ, મહુવા, ચિખલીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78 ટકા, સૌરાષ્ટ્રમાં 89 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

આ પણ વાંચો: ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

Published On - 9:51 am, Thu, 23 September 21

Next Video