યુક્રેનમાં 2500-3000 વિદ્યાર્થીઓ ફસાયેલા છે, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં: જીતુ વાઘાણી

|

Feb 24, 2022 | 3:37 PM

રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષિત સ્થળે રાખવાની પ્રાથમિકતા છે અને ત્યારબાદ તેઓના સ્થળાંતર અંગેની કાર્યવાહી હાથ ધરાશે

યુક્રેન (Ukraine) માં યુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનીયરીંગના અભ્યાસ માટે યુક્રેનમાં છે ત્યારે રાજ્ય સરકાર (state government) ના પ્રવક્તા જીતુ વાઘાણી (Jitu Waghani) એ કહ્યું હતું કે યુક્રેનમાં અંદાજિત 2500 થી 3000 વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષિત સ્થળે રાખવાની પ્રાથમિકતા છે અને ત્યારબાદ તેઓના સ્થળાંતર અંગેની કાર્યવાહી હાથ ધરાશે.

રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને માહિતી મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. રાજ્ય સરકાર દ્રારા 07923351900 નંબર જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્રારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર ચિંતિત છે, પરિવારજનો ઘીરજ રાખે

આ અંગે જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતના નાગરિકોની સલામતી માટે ચિંતિત છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારજનોને ધીરજ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં આ અંગે નિરાકરણ લાવશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : JUNAGADH : ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુ-સંતો આકર્ષણનું કેન્દ્ર , જાણો ધુણાનું શું છે મહત્વ ?

આ પણ વાંચો : Camel Farming: ગાય, ભેંસ અને બકરીની જેમ જ કરી શકાય છે ઊંટ પાલન, જાણો સંપૂર્ણ વિગત

Next Video