Gujarati NewsGujaratGandhinagar21696 crores allocated Urban Development Urban Housing Department budget 1323 crores Pradhan Mantri Awas Yojana
બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 1323 કરોડ ફાળવાશે
નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2024ના બજેટમાં શહેરી અને ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની જોગવાઈ કરાઈ છે. તેમજ શહેરી વિસ્તારોને ફાટક મુક્ત કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા 550 કરોડની જોગવાઈ કરાઈ છે.
Follow us on
શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે.
શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરી સ્થાનિક શહેરી
સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.