પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ, સોમનાથ, પિંગલેશ્વર, શિવરાજપુર, અસારમાં બીચ માટે 30 કરોડ ફાળવાશે

|

Feb 02, 2024 | 6:57 PM

ગુજરાતના પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બજેટમાં 2098 કરોડની જોગવાઈની નાણાંમંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી છે. જેમા ભારત સરકારના 'ઉડે દેશ કા આમ નાગરીક'ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે 40 કરોડની જોગવાઈ કરાઈ છે.

પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ, સોમનાથ, પિંગલેશ્વર, શિવરાજપુર, અસારમાં બીચ માટે 30 કરોડ ફાળવાશે

Follow us on

ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ કે પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા સરકાર કટિબદ્ધ છે. જેમા

  1. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ
  2. સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.
  3. નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ
  4. અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇ
    અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે `૫૦ કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઇ
  5. આજનું રાશિફળ તારીખ : 16-05-2024
    ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
    પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
    શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
    ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
    Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
  6. જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ
  7. જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ
  8. ભારત સરકારની પહેલ ‘ટ્રાવેલ ફોર લાઇફ’ ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા 15 કરોડની જોગવાઇ.
  9. જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઇ
  10. ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે 48 કરોડનું આયોજન, તે પૈકી 100 કરોડની જોગવાઇ
  11. પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ 121 કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ 238 કરોડના ખર્ચે માંચી ચોક ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન
  12. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન
  13. બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન
  14. સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન
  15. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે 79 કરોડની જોગવાઈ
  16. ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ
  17. નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ
  18. ભારત સરકારના ‘ઉડે દેશ કા આમ નાગરીક’ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે 40 કરોડની જોગવાઈ

આ પણ વાંચો: બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 1323 કરોડ ફાળવાશે

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article