રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો

|

Sep 26, 2021 | 9:03 PM

Rain in Gujarat : છોટાઉદેપુરના સૌથી વધારે સાડા 5 ઇંચ વરસાદ પડ્યો, બનાસકાંઠાના ડીસામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, 2 કલાકમાં દાહોદના ધાનપુરમાં દોઢ ઇંચ વરસાદ નોધાયો છે.

GANDHINAGAR : હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં મેઘ મહેર જોવા મળી. છોટાઉદેપુરના સૌથી વધારે સાડા 5 ઇંચ વરસાદ પડ્યો, બનાસકાંઠાના ડીસામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, 2 કલાકમાં દાહોદના ધાનપુરમાં દોઢ ઇંચ વરસાદ નોધાયો, અરવલ્લીના ધનસુરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો. દિવસ દરમિયાન રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી. તો ડભોઇ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ…તો સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો.ભારે વરસાદને પગલે કોઝવે પાણીમાં ગરકાવ થયા,,તો નદી નાળા છલકાયા…આ તરફ વડોદરાના સાવલીમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો.જ્યારે દાહોદમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે.

તો ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ મેઘાએ ધમાકેદાર જમાવટ કરી.અરવલ્લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો…સાથે જ ધનસુરા, મેઘરજ, ભિલોડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો.તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ મહેર થઇ…આ તરફ સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો…ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા…તો પાટણમાં ભારે વરસાદ નોંધાયો.જ્યારે મહેસાણામાં પણ સારા વરસાદના સમાચાર છે.

ગુજરાતમાં પાછલા 10 દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 82.41 ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 92.75 ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર 66.53 ટકા જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 82 અને કચ્છમાં 87 ટકા વરસાદ પડ્યો છે..રાજ્યમાં હવે માત્ર 17.60 ટકા વરસાદની ઘટ છે. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને જોતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે.

આ પણ વાંચો : Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો : AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી

Published On - 9:02 pm, Sun, 26 September 21

Next Video