ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે 1000 વિદ્યાર્થીઓ અમદાવાદની મેટ્રો રેલમાં સ્ટડી ટૂર માણશે

|

Oct 07, 2022 | 10:42 PM

ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્રસચિવ ના અધ્યક્ષસ્થાને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી સાથે પ્રથમ તબક્કે અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મેટ્રોની પ્રત્યક્ષ મુલાકાતનું શનિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ મેટ્રો સ્ટડી ટૂર આશરે 1000 વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેશે.

ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે 1000 વિદ્યાર્થીઓ અમદાવાદની મેટ્રો રેલમાં સ્ટડી ટૂર માણશે
Ahmedabad Metro
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  દ્વારા તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ(Metro Train) પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં મેટ્રોના લોકાર્પણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ(Student) આ અત્યાધુનિક પ્રોજેક્ટના વિવિધ પાસાંઓ જેવા કે વિકાસ, સંચાલન, દેખરેખ વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળે જેથી તેઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સમજ કેળવાય તથા આ પ્રણાલીને પોતાની સમજી તેનું સમજણપૂર્વક જતન કરે અને કરાવે તેવી ભાવના કેળવાય. વડાપ્રધાનની ઉક્ત લાગણીને અનુસરીને શિક્ષણ વિભાગના અગ્રસચિવ ના અધ્યક્ષસ્થાને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી સાથે પ્રથમ તબક્કે અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મેટ્રોની પ્રત્યક્ષ મુલાકાતનું શનિવારે આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટડી ટૂરમાં આશરે 1000 વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહેશે

આ મેટ્રો સ્ટડી ટૂરમાં આશરે 1000 વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામક જી.ટી.પંડ્યા તેમજ અમદાવાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયને આધુનિક, સલામત, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાઓ નજીવા દરે પ્રાપ્ત થાય અને એ સાથે જ ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થાય તે છે.

મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે  છે

મેટ્રોના 21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે  છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મેટ્રોમાં મુસાફરી કરતાં પહેલાં આટલું જાણી લો

  1. પ્રત્યેક મુસાફર મહત્તમ 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકે
  2. 25 કિલોથી વધુ વજન લઈ જવા પર પ્રતિબંધ
  3. કોઈપણ પેસેન્જર પાલતુ પ્રાણીને સાથે રાખીને મુસાફરી કરી શકશે નહીં
  4. સ્ટેશનના પેઈડ એરિયામાં ટિકિટ વગર ફરશો તો 50થી 200 રૂપિયા દંડ
  5. 3 ફૂટથી ઓછી હાઈટવાળા બાળકોની ટિકિટ લેવાની રહેશે નહીં
  6. પાસ સિસ્ટમ અંગે હજુ કોઈ નિર્ણય નથી કરાયો
  7. વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વૃદ્ધો માટે કન્સેશનનો નિર્ણય નથી લેવાયો
  8. હાલમાં મેટ્રોની ટિકિટ ઓનલાઈન બુક કરવાની વ્યવસ્થા નથી
  9. સ્ટેશન પર ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પરથી જ ટિકિટ લેવી પડશે
  10. હેલ્પલાઈન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો
  11. અમદાવાદ મેટ્રોમાં એડવાન્સ રિઝર્વેશનની કોઈ વ્યવસ્થા નથી
  12. ટ્રેનમાં કોઈપણ ફેરિયાને પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી
  13. પ્રત્યેક સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા
  14. ચા-નાસ્તા માટે કેટલાક સ્ટેશનો પર સ્ટોલની વ્યવસ્થા કરવાની યોજના

Published On - 10:41 pm, Fri, 7 October 22

Next Article