ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બુધવારે 100 દિવસ પૂર્ણ, સીએમ ભૂપેન્દ્ર પટેલ કામગીરી પર કરશે વાત

|

Mar 29, 2023 | 12:00 AM

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બુધવારે 100 દિવસ પૂર્ણ થશે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બુધવારે 100 દિવસ પૂર્ણ, સીએમ ભૂપેન્દ્ર પટેલ કામગીરી પર કરશે વાત
Gujarat CM Bhupendra Patel 100 Days

Follow us on

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બુધવારે 100 દિવસ પૂર્ણ થશે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ 100 દિવસની કામગીરી પર વાત કરશે. જેમાં સીએમ સાથ, સહકાર અને સેવાના 100 દિવસ પર વાત કરશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલેવ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ તોડવાનું અભિયાન જેવા મહત્ત્વ પૂર્ણ અભિયાન અને તેની સફળતા અંગે સવિસ્તાર ચર્ચા કરશે. આ ઉપરાંત રાજ્યની આંતરિક અને સરહદી સુરક્ષા અંગે પણ વાત કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં આરોગ્ય કવચ અંગે પણ ચર્ચા કરશે.

ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારંભમાં પીએમ મોદી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ સિનિયર નેતાઓ અને સાધુસંતો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  Gujarati Video : રાજકોટમાં આંખમાં મરચું નાખી 2 લાખની લૂંટ કેસમાં 9 આરોપી ઝડપાયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત વિધાનસભા 2022  ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી . જેને લઈને ભૂપેન્દ્ર પટેલે  ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા હતા ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં 8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા તો 8 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:46 pm, Tue, 28 March 23

Next Article