Gandhinagar: ઉપવાસ પર બેસતા પહેલા જ માલધારી સમાજના પ્રતિનિધીઓની અટકાયત, જાણો શું હતી તેમની માગણીઓ

|

Jan 01, 2022 | 2:27 PM

માલધારીઓ દ્વારા રાજ્યભરમાં 1 જાન્યુઆરીથી વિવિધ માંગણીઓને લઇને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માલધારી સમાજે ગાંધીનગરમાં ગૌચરની જમીન સહિતની વિવિધ માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન અને આમરણાત ઉપવાસ આંદોલનના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.

રાજ્યભરમાં માલધારી (Maldhari) સમાજે ઉપવાસ આંદોલન (Protest)ની ચીમકી ઉચ્ચારી છે. માલધારી સમાજે ગૌચર જમીન (Gaucher land)ને લઇને ગાંધીનગરમાં ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે માલધારી સમાજ ઉપવાસ પર ઉતરે એ પહેલા જ પોલીસે માલધારી સમાજના પ્રતિનિધીઓની અટકાયત કરી લીધી છે.

1 જાન્યુઆરીથી વિરોધ કરવાની હતી ચીમકી

માલધારીઓ દ્વારા રાજ્યભરમાં 1 જાન્યુઆરીથી વિવિધ માંગણીઓને લઇને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માલધારી સમાજે ગાંધીનગરમાં ગૌચરની જમીન સહિતની વિવિધ માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન અને આમરણાત ઉપવાસ આંદોલનના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જો કે માલધારી સમાજ આ વિરોધ કાર્યક્રમ શરુ કરે તે પહેલા જ માલધારી પ્રતિનિધીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

ઉપવાસ પર બેસે તે પહેલા જ અટકાયત

માલધારી સમાજે સરકાર સમક્ષ ગૌચરની જમીનને લઇને અનેક વખત રજૂઆત કરી હતી. જો કે અનેક રજુઆત છતા તેમની રજૂઆત પર ધ્યાન ન અપાતા તેમણે ઉપવાસ આંદોલનનું હથિયાર ઉપાડ્યુ. માલધારી સમાજે 1 જાન્યુઆરીથી રાજ્યભરમાં ઉપવાસ આંદોલન અને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે વિરોધના આ કાર્યક્રમની જાહેરાતના પગલે પહેલેથી જ આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. માલધારી સમાજ ઉપવાસ પર બેસે તે પહેલા જ તેમના કેટલાક પ્રતિનિધીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ AHMEDABAD : ફ્લાવર શોમાં કેટલી હશે ટીકીટ?, નાગરીકોને શું શું જોવા મળશે?, જાણો અહીં

આ પણ વાંચોઃ  BHARUCH : ભરૂચમાં શાળા અને સરકારી કચેરીમાં કોરોનાની એન્ટ્રી , સ્કૂલને સેનેટાઇઝ કરી 15 દિવસ શિક્ષણ કાર્ય બંધ કરાયું

Next Video